તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા અને બહુચરાજી મંદિર 31 માર્ચ સુધી દર્શન માટે બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર 31 માર્ચ સુધી દર્શન માટે બંધ રહેશે. આ સિવાય તાલુકાના કામલી ગામનું બ્રહ્માણી માતાજીનું મંદિર, દાસજ ગામે દાસજીયા ગોગ મહારાજનું મંદિર પણ 31 માર્ચ સુધી દર્શન માટે બંધ રહેશે. જોકે, મંદિરોમાં પૂજા-અર્ચના યથાવત રહેશે. ઉપરાંત, કામલી, દાસજ અને ભાંખર ગામે ભરાતા ઐતિહાસિક અને ધાર્મિક મેળાઓ પણ સ્થગિત કરાયા હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

બહુચરાજી ખાતે બહુચર માતાજીનું મંદિર તેમજ વલ્લભ ભટ્ટની વાવ પણ દર્શન માટે 31મી માર્ચ સુધી બંધ રહેશે. આ નિર્ણયને પગલે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી મંદિરના ચારે દરવાજા બંધ કરી દેવાતાં દર્શન માટે આવેલા યાત્રિકોને પાછા જવું પડ્યું હતું.

_photocaption_બહુચરાજીમાં માતાજીના દર્શને આવેલા યાત્રિકોને પાછા જવું પડ્યું હતું.*photocaption*

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલ 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીનું મંદિર પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય શ્રી ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટે લીધો છે. આ દિવસોમાં માતાજીની પૂજા કરાશે તેમ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું. આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થતી હોઇ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શને આવતા હોઇ તેમના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને લઇ આ નિર્ણય લેવાયો છે, આ સાથે મંદિર સંચાલિત ભોજનશાળા અને ધર્મશાળા પણ બંધ રખાશે. સને 1995થી વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા ચાલે છે.

શંખલપુર, કામલી અને દાસજના મંદિરો પણ બંધ રાખવા નિર્ણય
અન્ય સમાચારો પણ છે...