તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોચવામાં 3 ચોરો એક કલાક બિન્દાસ્ત ઘરમાં રહી 1.29 લાખના દાગીના ચોર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નજીક કોચવા ગામે અશોકભાઇ બારોટના બંગલાનું તાળું તોડી ત્રણ ચોર રૂ. 1.29 લાખના દાગીના અને ઘડિયાળ ચોરી ગયા હતા. બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણે ચોર કેદ થતાં લાંઘણજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોચવાના અશોકભાઇ વિજયસિંહ બારોટના ડ્રાઇવર જવાનજી શંકરજી ઠાકોર ગુરૂવારે તેમના બંગલે ગાડી સાફ કરવા ગયો ત્યારે મકાનનું તાળું તૂટેલું જોઇ મહેસાણા રહેતા અશોકભાઇના પિતરાઇને જાણ કરી બોલાવ્યા બાદ તપાસ કરતાં ટેબલના ડ્રોઅરમાં મૂકેલી સોનાની પોખરાજના નંગવાળી રૂ.39 હજારની દોઢ તોલાની સોનાની વીંટી, રૂ.65 હજારનો અઢી તોલાનો સોનાનો દોરો, રૂ.25 હજારની ઘડિયાળ મળી કુલ રૂ.1.29 લાખની ચોરી થયાની જાણ થઇ હતી.

બેડરૂમમાંથી સોનાના દાગીના અને ઘડિયાળ ચોરી ગયા

મહેસાણામાં ગંજબજાર પાછળ આવેલ શ્રીનાથજી રોયલ બંગલોઝમાં રાત્રે સોસાયટીમાં ફરતા ત્રણ ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. ચડ્ડીધારી ગેંગ આખા શરીર પર તેલ લગાવીને અને કમરે પથ્થર અને છરો ભરાવેલ જોવા મળ્યા હતા. રહીશોએ પોલીસને સીસીટીવી ફૂટેજ મોકલી આપ્યા હતા.

મહેસાણામાં શ્રીનાથજી રોયલ બંગલોમાં ચોર ઘૂસ્યા
અન્ય સમાચારો પણ છે...