પાટણ જિલ્લામાં ત્રણ નવા શંકાસ્પદ કેસ, શહેરની મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં શનિવારે વધુ ત્રણ શંકાસ્પદ કેસો સામે આવતાં ધારપુર સિવિલમાં આવતા ત્રણેય દર્દીઓના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે અમદાવાદ બી.જે મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પાટણની એક મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા શુક્રવારે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.

સાંતલપુરના પીપરાળા ગામના વતની અને મુંબઈ રહેતા 35 વર્ષીય યુવાન તેના વતન પીપરાળા ગામે આવ્યા બાદ તબિયત બગડતાં તેના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ધારપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે હારીજના જુલા કલાણા ગામના ૬૫ વર્ષના આધેડને પણ કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને પણ ધારપુર સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. આ ઉપરાંત ધારપુર ગામની ૪૨ વર્ષીય મહિલાની તબિયત બગડતા તેમને પણ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. ત્રણેય દર્દીઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા પૃથક્કરણ માટે સેમ્પલ લઈ અમદાવાદ બી.જે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા બાદ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં કોરોનાના કુલ 24 લોકોને લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પૈકી 21ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. ત્રણ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે તેવું જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

ધારપુર સિવિલમાં અાઇસોલેશન વોર્ડ 100 બેડનો કરાયો,પાટણ સિવિલમાં 30 બેડનો વોર્ડ શરુ કરાયો, 13 સ્થળોઅે 698 બેડની કોરન્ટાઇલ ફેસીલીટી કરાઇ

પીપરાળા, જુના કલાણા અને ધારપુરના શંકાસ્પદોના સેમ્પલ મોકલાયા

જિલ્લામાં હવે 130 બેડના અાઇસોલેશન વોર્ડ : 698 બેડ સાથે કોરન્ટાઇલ ફેસીલીટી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસોનું પ્રમાણ વધતા પાટણ જિલ્લામાં ધારપુર સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં 45 બેડની સુવિધા હતી તેને વધારી 100 બેડની કરવામાં આવી છે જ્યારે પાટણ જનરલ હોસ્પિટલમાં 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં વધુ ૧૩ સ્થળોએ 698 બેડ સાથે કોરેન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...