તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાના જલારામ બંગ્લોઝમાં પાણી ન મળતાં મહિલાઓએ પાલિકા ગજવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના જલારામ બંગલોઝમાં છેલ્લા 1 માસથી પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઇ શુક્રવારે મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ પાણીના મુદ્દે બળાપો ઠાલવ્યો હતો.

ડીસા-રાણપુર રોડ ઉપર આવેલ જલારામ બંગ્લોઝના રહીશો નગરપાલિકા વિસ્તારમાં આવતા હોઇ પાલિકાના તમામ વેરા પણ સમયસર ભરતા રહે છે. પરંતુ પાલિકા આ વિસ્તારમાં સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. ઉનાળામાં પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહી છે. આથી શુક્રવારે આ વિસ્તારના રહીશોએ કંટાળીને ડીસા પાલિકા ખાતે પહોંચી મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવી સમક્ષ રજૂઆત કરી હતી.

આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ‘પાણીની સમસ્યાને લઈ છેલ્લા એક માસથી પાલિકામાં રજૂઆત કરી રહી હોવા છતાં પાલિકા દ્વારા પાણીની સુવિધા પૂરી પડાતી નથી. જ્યારે ડીસા પાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા જલારામ બંગલોઝના રહીશોએ પાલિકા સામે રોષ વ્યક્ત કરતાં પાલિકાના ચીફ ઓફિસરે પાણીની સમસ્યાનો નિકાલ આવતી કાલ સુધી કરી દેવાની ખાત્રી આપી હતી. જો કે, સ્થાનિકોએ પાલિકા સમક્ષ આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીમાં જ ધરણાં પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.}બાબુ દેસાઇ

ચીફ ઓફીસરને રજૂઆત, ઉકેલ નહી આવે તો ધરણાંની ચીમકી

અન્ય સમાચારો પણ છે...