તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાનો વૈષ્ણવ પરિવાર છેલ્લા ચાર દિવસથી મથુરામાં ફસાયો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાનો વૈષ્ણવ પરિવાર ગુરુજીના જન્મોત્સવ પ્રસંગે મથુરા ગયો હતો અને તેઓ 25 માર્ચે રેલવે માર્ગે પરત ફરવાના હતા. પરંતુ દેશમાં લોકડાઉન થતાં પરિવાર છેલ્લા ચાર દિવસથી મથુરામાં ફસાયો છે.

ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ 15 માર્ચે ગોકુલ મથુરા દર્શનાર્થે ગયો હતો અને આ પરિવાર 25 માર્ચે ગોકુળ મથુરાથી પરત ફરવાનો હતો.

પરંતુ દેશમાં લકોડાઉન પરિવાર છેલ્લા ચાર દિવસથી ગોકુળ મથુરામાં અટવાઈ પડતાં આ પરિવારે વિડિયો બનાવી સરકાર પાસે મદદ માગી હતી. વૈષ્ણવ પરિવારે મથુરા કલેકટરને રજૂઆત કરતાં કલેક્ટરે મોડાસામાં પરત કરવા માટે આરટીઓ તેમજ પોલીસને વાહન અનુમતિનો પાસ ફાળવતાં સોમવારે વહેલી સવારે ગુજરાત પરત ફરવા માટે તૈયારી કરી હોવાનું વૈષ્ણવ પરિવારે જણાવ્યું હતુ.

ગુરુજીનો જન્મોત્સવ હોવાથી મથુરા ગયા હતા, સોમવારે પરત ફરશે

અન્ય સમાચારો પણ છે...