તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan News The University39s Science Department Prepares 15000 Sanitizer Bottles For Free Distribution To The City 071519

યુનિવર્સિટીના સાયન્સ વિભાગ દ્વારા શહેરમાં નિઃશુલ્ક વહેંચવા 15 હજાર સેનિટાઇઝરની બોટલ તૈયાર કરાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં કરોના વાયરસને લઇ માસ્ક અને સેનિટાઇઝરની અછત સર્જાઈ છે ત્યારે કેટલાક મેડિકલ સ્ટોર વાળાઓ તેની ઊંચી કિંમતી પણ વસૂલી રહ્યા છે ત્યારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા શહેરમાં નિશલુક માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરવાનું આયોજન કરી યુનિવર્સીટીના સાયન્સ વિભાગના પ્રોફેસરની ટિમ મળી સેનિટાઇઝર તૈયાર કરવાનું શરૂ કર્યું છે અને અંદાજે 50 એમએલની 15 હજાર બોટલ તૈયાર કરી વિતરણ કરાશે.

યુનિવર્સીટી દ્વારા કોરોના વાયરસમાં સમાજ સેવા માટે આગળ આવી છે. સુરક્ષાના ભાગ રૂપે ગરીબ પરિવારો સહીત શહેરીજનોને માસ્ક અને સેનિટાઇઝર મળી રહે તેવા હેતુથી 3 લાખનું બજેટ ફાળવી માસ્ક બહારથી ખરીદી કરવાનું નક્કી કરી સેનિટાઇઝરની અછત હોઈ યુનિવર્સીટીની સાયન્સ વિભાગની લેબોરેટરીમાં જ તૈયાર કરવાની આયોજન કરી તેની જવાબદારી લાઈફ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ.એસ એ ભટ્ટને સોંપી છે અને અધ્યક્ષ દ્વારા યુનિનાં સાયન્સ વિભાગના પ્રોફેસરની ટીમ બનાવી શનિ,રવિ અને સોમ ત્રણ દિવસમાં મોટા પ્રમાણમાં સેનિટાઇઝરની બોટલ તૈયાર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને મંગળવારથી યુનિનાં હેલ્થ સેન્ટર માંથી માસ્ક ,સેનિટાઇઝર સાથે લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આશે.

શહેરમાં અછત હોઈ લોકોની સુરક્ષા માટે માસ્ક,સેનિટાઇઝર અને ઉકાળાનું મંગળવારથી વિતરણ શરૂ થશે

15 હજાર સેનિટાઇઝરની બોટલ બનાવશે

યુનિની લેબોરેટરીમાં પ્રોફેસરની ટિમ સાથે સેનિટાઇઝર બનાવવા માટે જરૂરી તમામ સામગ્રી ઉપલબ્ધ છે તેને મિક્ષ કરી તૈયાર કરવામાં આવશે અને 50 એમએલની અંદાજે 15 હજાર જેટલી બોટલ તૈયાર કરવાનો અંદાજ છે. તેવું ડૉ એસ.એ.ભટ્ટે જણાવ્યું હતું .
અન્ય સમાચારો પણ છે...