અકસ્માતમાં પિતાના મોત બાદ પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ | થરાદના વામી ગામના શ્રીરામભાઈ જેમલભાઈ જોશી (ઉં.વ.42) 14 માર્ચના રોજ પોતાના પુત્ર મેહુલ જોશીને બાઇક ઉપર લઇ ઘરેથી કોઇ કામ અર્થે હાઇવે ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતું બાઇક સામસામે અથડાતાં શ્રીરામભાઈ જોશીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે પાછળ બેઠેલ પુત્ર મેહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. પરંતુ ગંભીર ઈજાઓ કારણે મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સાતમા દિવસે પુત્ર મેહુલનું મોત નીપજ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...