ઉ.ગુ.માં પ્રતિ કલાકે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન સાથે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કમોસમના વરસાદી વાદળો ચડી આવ્યા હતા. દિવસ દરમિયાન પ્રતિ કલાકે 30 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. બ.કાં.પાટણ અને મહેસાણાના 10 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો.

બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુર, વાવ, થરાદ, ધાનેરા, લાખણી, સુઇગામ અને દિયોદર તેમજ પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને હારિજને બાદ કરતાં વરસાદ પડ્યો હતો. મહેસાણા પંથકમાં ઝરમરીયાથી માંડી રસ્તાઓ ભિંજાય તેવું માવઠું થયું હતું. જે વિસ્તારોમાં માવઠું થયું છે તે વિસ્તારના ખેતી પાકોને નુકશાન થવાની ખેડૂતો ભિતી સેવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત સામાન્ય વાદળછાયું રહી શકે છે. આ દરમિયાન માવઠાંની શક્યતા ઘણી ઓછી રહેશે.

અન્ય સમાચારો પણ છે...