આધેડ બેભાન થઈ પડી જતાં યુવાનો સારવાર માટે લારીમાં લઈ દોડ્યા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર તાલુકાના બીલીયા ગામના આધેડ તેની દવાઓ લેવા સિદ્વપુર આવ્યો હતા તે વખતે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. જેમને સિવિલ હોસ્પિટલ લઈ જતાં ડોકટરે તપાસ કરતા આધેડ મરણ પામ્યા હતા.

બીલીયા ગામના જયંતિભાઇ જોઈતાભાઈ પટેલ (ઉ.વ.50) તેમની દવા લેવા માટે શુક્રવારે સવારે સિદ્ધપુરમા મેડીકલ ખાતે આવ્યા હતા. સિદ્વપુર બસ સ્ટેશન વિસ્તાર ઉભા હતા તે વખતે અચાનક તબિયત લથડતાં ચક્કર આવતા જમીન પર પડ્યા હતા. તેઓ બેભાન થતાં નજીક ચાર યુવાનો દોડી આવ્યા હતા. અને લોકડાઉન કારણે વાહન ન મળતા નજીક પડેલી હાથ લારી લઇને તેમાં દર્દીને સુવાડીને ચાર યુવાનોએ દોડાવીને અડધો કિલો મીટર દુર સિદ્વપુર સિવિલ હોસ્પિટલમાં પહોચાડ્યા હતા. ત્યંા ફરજ પરના ડોકટરે તપાસ કરતા તેઓ મરણ ગયેલ હતા. તેમજ તેમના પરિવારજનોને જાણ કરતાં તેઓ દોડીઆવ્યા હતા મૃતદેહને અંતિવિધી માટે બીલીયા લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...