તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ની પરીક્ષા 1 લીથી યોજાશે તેવા મેસેજ ખોટા છે: કુલપતિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ| યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના છાત્રોની 17 માર્ચથી શરૂ થનાર હતી તે પરીક્ષાઓ કોરોનાને લઇ 29 માર્ચ સુધી રદ કરવામાં અાવતાં શહેર સહીત ઉત્તર ગુજરાતની કોલેજોની હોસ્ટેલોમાં રહેતા છાત્રો હાલમાં ઘરે પરત ગયા છે ત્યારે ગુરુવારે વોટ્સએપમાં યુનિવર્સીટી દ્વારા રદ કરાયેલ પરીક્ષાઓ 1 એપ્રિલથી શરૂ થવાની છે તેવા મેસેજ ફરતા થયા હતા અને છાત્રો દ્વારા એકબીજાને શેયર કરતા જોવા મળ્યા હતા ત્યારે શુક્વારે કુલપતિનું સ્ટાફ દ્વારા ધ્યાન દોરતા કુલપતિ ડો. જે.જે.વોરાઅે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે યુનિવર્સીટી દ્વારા કોઈપણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી. હાલમાં કોરોના વાયરસનો માહોલ છે. રાજ્ય સરકારમાંથી 29 માર્ચ બાદ જે પણ સૂચના આવશે ત્યારબાદ જ પરીક્ષાની સતાવાર તારીખો વેબસાઇટ ઉપરાંત કોલેજોને જાણ કરી જાહેર કરવામાં આવશે ત્યાં સુધી છાત્રોએ કોઈ અફવામાં આવવું નહીં તેવી અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...