વકીલોએ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં રૂ. 2.15 લાખ ફાળો અાપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સરકારી વકીલો દ્વારા કોરોના વાયરસ મહામારીને પગલે મુખ્યમંત્રી રાહતનિધી માટે ફંડ એકઠું કરી જમા કરાવવામાં આવ્યું છે.

કોરોનાના સંકટને લઇ મુખ્યમંત્રીઅે રાહતનિધીમાં ફાળો જમા કરાવવા અનુરોધ કર્યો છે ત્યારે અાપત્તિના સમયમાં પાટણ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ મંડળ દ્વારા કોરોનાની બિમારીને લઇ મુખ્યમંત્રીના રાહતફંડમાં રૂપિયા 2,15,000નો ફાળો અેકત્ર કરી રાજ્ય સરકારી વકીલ મંડળને મોકલી અાપવામાં અાવ્યો છે. પાટણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઇ અેચ.ઠક્કર દ્વારા રૂ. 35000 તેમજ મદદનિશ સરકારી વકીલ મિતેષભાઇ પંડયા, જનકકુમાર ઠક્કર, જીતેન્દ્રકુમાર બારોટ, રાજેન્દ્રભાઇ રાવલ, શંકરભાઇ પટેલ, ગિરીશભાઇ પ્રિયદર્શી દ્વારા રૂ. 30000 પ્રમાણે ફાળો મોકલી અાપ્યો છે. વકીલ મંડળ દ્વારા કોરોના વાયરસને પગલે પોતાની કમાણીના નાણાંમાંથી સરકારને ફંડ આપી ઉદારતા દાખવી છે અને અન્યને પણ ફંડ આપવા માટે ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...