તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્માના દેલમાલમાં લીંબજા માતાના મંદિરને તંત્રએ તાળંુ માર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે પૌરાણિક લીંબજા માતાજીનું મંદિરની અાજુબાજુ લોકો ભેગા થઇ બેસતા હોઇ શુક્રવારે મામલતદારે મુલાકાત લઇ મંદિરના દરવાજે તાળુ મારી લગાવી દીધું હતું. જેેને લઇ લોકોમાં નારાજગી પ્રસરી હતી. પૂજા માટે તો મંદિર ખુલ્લૂ રાખવું જોઇઅે તેવી લાગણી વ્યકત થઇ રહી છે

ગામના જેઠી સમાજના અગ્રણી ત્રિભુવનભાઈ જેઠીએ જણાવ્યું હતું કે ચૈત્ર માસની સુદ સાતમના રોજ વર્ષોથી લીબજા માતાજીના મંદિરે લોક મેળો અને હાથિયાનો ઉત્સવ થાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના પગલે લીબજા માતાજીના મંદિરે થતા ઉત્સવો બંધ રાખવામાં આવેલ છે તેમછતાં શુક્રવારે મામલતદાર ચાણસ્મા દેલમાલ ખાતે આવ્યા હતા અને લિબજા માતાજીના મંદિરનો મુખ્ય ગેટ બંધ કરી તાળુ મારી ચાવી લઈ જતા અાટલા વર્ષો બાદ પ્રથમવાર માતાજીની પૂજા-અર્ચના થઇ શકી નથી.

અા સબંધે મામલતદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે દેલમાલ ખાતે હાલના કોરોના વાયરસના પગલે તપાસ કરવા જતાં અને મંદિર આજુબાજુ લોકોની ભીડ હતી . વારંવાર કહેતાં પણ લોકો ન હટતાં છેવટે મંદિરના મુખ્ય દરવાજે તાળુ મારવાની ફરજ પડી હતી. હાલની સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય અને રાષ્ટ્રમાં મોટા અનેક મંદીરો બંધ કરવામાં આવ્યા છે.

મંદિરની અાજુબાજુ લોકો ભેગા થઇ બેસતા હોઇ સૂચના અાપવા છતાં ન હટતાં તાળંુ મારવું પડ્યું : મામલતદાર


અન્ય સમાચારો પણ છે...