તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરી નો એન્ટ્રી |સવગઢ અને પરબડાના ગ્રામજનોએ એન્ટ્રી અને એક્ઝિટના માર્ગો આડશો મૂકી સીલ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર| સવગઢ ગામના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ નૂરભાઈ બાવને જણાવ્યું કે ગામના યુવાનોને સાથે રાખીને ગામના પ્રવેશવાના બંને મુખ્ય માર્ગો પર વાહનોની આડશો મૂકી બંધ કરી દેવાયા છે. બહારથી અવરજવર કરતાં લોકોને ગામમાંથી પસાર થતા માર્ગો ઉપર પ્રવેશવા દેવાતા નથી. ગામમાં પણ ઘરની બહાર કોઈ ફરે નહીં તે માટે યુવાનોની ટીમ બનાવી જવાબદારી સોંપી દેવાઇ છે. પંચાયતે આ યુવાનોને પાસ બનાવી આપ્યા છે મેડિકલ ઈમરજન્સી સિવાય તમામ પ્રકારની એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેવાઇ છે. પરબડા ગામના ફરમાનભાઈ ખણુશિયાએ જણાવ્યું કે લોકડાઉન જાહેર થયા બાદ પણ ઘણા લોકો અવર જવર કરી રહ્યા હતા. દાનની સરવાણી ફૂટતા લોકોના ટોળાં દોડતાં થઈ ગયા હતા રાશનની કિટો જરૂરીયાતમંદોના ઘેર જઈને પહોંચાડવા સમજાવવા છતાં બહુ ફરક દેખાયો ન હતો અન્ય વિસ્તારના લોકોની પણ બહુ અવરજવર રહેતા ગામને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે.}અશોકરાવલ
અન્ય સમાચારો પણ છે...