તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસામાં ક્રિકેટ રમવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં લઘુમતી સમાજના યુવકોને ક્રિકેટ બાબતે અંદરોઅંદર બોલાચાલી બાદ ઝઘ થતાં સામસામે પથ્થરમારો થતા ચાંદ ટેકરી વિસ્તારમાં બુમાબુમ થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસને જોઇને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી પોલીસ અને લઘુમતિ સમાજના અગ્રણીઓના પ્રયાસથી મામલો માંડ માંડ શાંત પડયો હતો આ ઘટના અંગે મોડી સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું ટાઉન પોલીસ મથકે જણાવ્યું હતું.ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...