તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોસાયટી, શેરીઓમાં ભેગા થશો તો ડ્રોનથી વોચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોડ તેમજ રસ્તા પર કામ વિના રખડતા લોકો સામે પોલીસે કાર્યવાહી કર્યા બાદ હવે શેરી-મહોલ્લા કે સોસાયટીમાં કામ વગર એકઠા થનારા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા પોલીસે ડ્રોન તેમજ સીસીટીવીનો સહારો લીધો છે. તેમજ જિલ્લા પોલીસવડાએ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા વોટ્સએપ નંબર જાહેર કરી પોલીસને મદદરૂપ બનવા લોકોને તાકીદ કરી છે.રવિવારે સાંજ સુધીમાં 11 ગુના દાખલ કર્યાનું હોવાનું પોલીસે જણવ્યું હતુ.

કોરોના મહાબિમારીને લઇ તંત્ર એલર્ટ છે. ત્યારે લોકડાઉન જાહેર કર્યા બાદ પણ પાલનપુર સહિત જિલ્લામાં કેટલાક લોકો વગર કામે બહાના બનાવી બહાર નીકળી લોકડાઉન તેમજ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. તેમની સામે પોલીસ તો કાર્યવાહી હાથ ધરે જ છે. પરંતુ હવે જિલ્લાની પોલીસે પાલનપુરમાં 2 તો ડીસામાં પણ 1 ડ્રોન ઉડતું કર્યું છે. જેના દ્વારા સોસાયટી, શેરી-મહોલ્લામાં કામ વગર એકઠા થનારા લોકોની તસ્વીર કેદ થશે તે બાદ પોલીસ તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરશે. સાથે સાથે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા પણ શહેરમાં લટાર મારવા નીકળેલા લોકો પર નજર રખાઇ રહી છે. સહિત જિલ્લા પોલીસએ કોરોના સામેની લડતમાં વોટ્સઅપ નંબર 99131 61000 જાહેર કરી જિલ્લામાં ક્યાંય પણ પાંચથી વધુ લોકો એકઠા થાય, હોમ કોરેન્ટાઇનમાં રખાયેલો વ્યક્તિ બહાર ફરે કે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળે તો તેનો ફોટોગ્રાફ્સ સોસાયટી, ગામ, સ્થળનું નામ લખી મોકલવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ ડ્રોન ઉડતા કર્યા બાદ રવિવારે એટલે કે પ્રથમ દિવસે જ પોલીસે ભંગ કરનારા લોકો સામે પ11 કેસ નોંધ્યા હતા.

પાલનપુરમાં ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનનું નિધન

પાલનપુર । કોરોનાની મહાબીમારીને પગલે સમગ્ર ભારતને લોકડાઉન ફરમાવ્યા બાદ પાલનપુરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાનોને પણ ફરજ સોંપાઇ છે. ત્યારે પાલનપુર હોમગાર્ડ યુનિટમાં પ્લાટૂન સાર્જન તરીકે ફરજ બજાવતા શૈલેશભાઇ બી.શ્રીમાળી શનિવારે શહેરના સિમલાગેટ વિસ્તારમાં બંદોબસ્તમાં હતા. ત્યારે સાંજના સમયે ફરજ દરમિયાન તેમનું બીપી વધી જતાં હાલત લથડી હતી. જેને લઇ સાથી જવાનો તેમને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ દોડ્યા હતા. જેમને વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જોકે સારવાર દરમિયાન રવિવારે વહેલી સવારે શૈલેશભાઇનું નિધન થયું હતું.જેને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

કોરોના અસર |ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ કરનારા લોકોનું મેડીકલ ચેકઅપ કર્યા બાદ હાથના ભાગે હોમક્વોરટાઈન સિક્કો

પાલનપુરમાં 2,ડીસામાં 1 ડ્રોનથી કાર્યવાહી કરી 11 ગુના દાખલ કર્યા,પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરી લોકોની મદદ માંગી

હિંમતનગર અને માલપુરમાં શેરી-મહોલ્લા કે સોસાયટીમાં કામ વગર એકઠા થનારા લોકો સામે પોલીસે ડ્રોનથી કાર્યવાહી કરી હતી.જેમાં હિંમતનગરમાં 5 અને માલપુરમાં 5 ગુના નોંધાયા હતા.

હિંમતનગર અને માલપુરમાં ડ્રોનથી 5-5 કેસ નોંધાયા

_photocaption_અમીરગઢ | ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રોજના મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનમાં જઇ રહ્યા છે. જેને લઇ રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશતા તમામ લોકોને મશીનથી શરીરનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ હાથના ભાગે હોમ કોરેન્ટાઇનનો સિક્કો મારી નિશાની કરી રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ આશરે આજદિન સુધી આઠ થી સાડા આઠ હજાર જેટલા લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા પાંચ બસોમાં લોકોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા કુલ પાંચ બસો ફાળવી છે. જેમાં ઉદયપુર, જોધપુર, જયપુર, બ્યાવર, જેવા શહેરો માં લોકો ને પહોંચાડવામાં આવી રહ્યા છે. તસવીર-રામલાલ મીણા*photocaption*

જાહેરનામાના ભંગનો 29 સામે ગુનો

લોકડાઉન તેમજ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે શનિવારે પાલનપુર પોલીસે-2, અંબાજી-1, વડગામ-1, ડીસા-2, દાંતીવાડા-1, ધાનેરા-4, ગઢ-1, માવસરી-2, વાવ-1, થરાદ-1, ભાભર-1, થરા-5, સૂઇગામ-1, હડાદ-1, છાપી-1, ભીલડી-1, આગથળા-2 તેમજ દાંતા પોલીસે 1 સામે મળી કુલ 29 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

_photocaption_પાલનપુરમાં ડ્રોન દ્વારા પોલીસ સોસાયટી, શેરી, મહોલ્લામાં કામ વગર એકઠા થનારા લોકો પર બાજ નજર રાખશે.તસ્વીર-ધવલ જોષી*photocaption*
અન્ય સમાચારો પણ છે...