ડીસાના રાણપુરમાં કીટ વિતરણમાં સોશિયલ ડિસ્ટન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | કોરોના વાયરસને કારણે લોકડાઉન થતાં ગરીબ અને શ્રમજીવી પરીવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શહેરી વિસ્તારોમાં તો અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ રાશન કીટ અને ભોજન પહોંચતું કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આવા પરીવારને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રવિવારે ડીસાના રાણપુર આ.વાસ ખાતે વેપારી પી.એન.માળી દ્વારા રાશન કીટ આપવામાં આવી હતી. જો કે, ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત બનતાં કીટ વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું જોવા મળ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ પુત્ર દિનેશભાઇ ઠાકોર, પ્રકાશભાઈ સુંદેશા, સુરેશભાઈ માળી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-બાબુ દેસાઇ
અન્ય સમાચારો પણ છે...