તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા નગરપાલિકા દ્વારા નાસ્તા અને હોટલો ઉપર ચેકિંગ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઇને સમગ્ર વિશ્વ ભયમાં છે. ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગની સુચનાના આધારે પાલિકા દ્વારા શુક્રવારે ધાનેરા શહેરમાં તમામ હોટલો તેમજ નાસ્તાની દુકાનધારકો પાસે શુક્રવારે પહોંચીને તમામને 10 દિવસ માટે તળેલા નાસ્તાઓ, પકોડી તેમજ દૂધની બનાવટો જેવા કે લસ્સી, ફ્રુટસલાડ, બદામ સેકના વેચાણ બંધ રાખવા માટે તમામને તાકીદ કરવામાં આવી હતી. હોટલ માલિકોને પણ આવા નાસ્તાઓ ન બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું. તે સિવાય ગેસ્ટહાઉસ માલિકોને પણ બહારથી જે લોકો આવ્યા હોય અને રાજ્ય બહારના હોય તેવા લોકોની જાણ ધાનેરા નગરપાલિકાને સૂચના આપવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ અંગે ધાનેરા નગરપાલિકાના સુપરવાઇઝર રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ‘હાલમાં કોરોના વાયરસના કારણે તમામ લારીઓ અને નાસ્તાની દુકાનો અને પાર્લરવાળાઓને ખાસ સુચના આપવામાં આવેલ છે અને તેમ છતાં પણ ચાલુ રાખશે તો પ્રથમ દિવસે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને તેમ છતાં બંધ નહીં કરે તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી સ્વેચ્છાએ બંધ રાખે અને લોકો પણ આવા નાસ્તાથી દુર રહે તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...