પાલનપુર શહેરમાં શાકમાર્કેટ બંધ કરાવી તંત્રએ રેકડીવાળાઓને 15-15 ફૂટના અંતરે ઉભા રાખ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેરમાં લોકડાઉનના પગલે ગુરુવારે શહેરમાં ભરચક ભીડભાડવાળી જગ્યાઓ પર થોડી ભીડ ઘટી હતી. પરંતુ હજુ પોલીસને સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટ કરવા જાણ કરવી પડી હતી. મેડીકલ જ્યારે સવારે જિલ્લા કલેકટરએ સીમલાગેટથી દિલ્હીગેટ સુધી ચાલીને દવાની દુકાન, કરિયાણાના વેપારીઓ અને શાકભાજીની લારીઓવાળા પાસે વાતચીત કરી પરિસ્થિતિ જાણી સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિત અન્ય કોઇ મુશ્કેલી તો નથી ને તેમ પૂછ્યું હતું.

પાલનપુર શહેરમાં લોકડાઉનના ત્રીજા દિવસે પણ બજારોમાં લોકોની ચહલ-પહલ સામાન્ય રીતે એવી જ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો દૂધ, કરિયાણું અને શાકભાજીની ખરીદી કરવા ઉમટી પડયા હતા. જોકે શાકમાર્કેટમાં ખરીદી માટે જામતી ભીડને પગલે તંત્ર દ્વારા શાકમાર્કેટને બંધ કરી દેવાયું હતું અને લારીધારકોને સીમલાગેટથી દિલ્હીગેટ સુધીના વિસ્તારમાં સલામત અંતરે ઉભા રહેવા જણાવ્યું હતું. પાલિકા દ્વારા સલામત અંતર જળવાઇ તે માટે સવારે 11 વાગ્યાના સમય દરમિયાન દવા, કરિયાણા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ કુંડાળા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે 11-15 ના સમય દરમિયાન જિલ્લા કલેક્ટર, એસ.પી., પ્રાંત અધિકારી, ચિફ ઓફિસર સહિતના કાફલાએ સિમલાગેટથી બારડપુરા વિસ્તાર સુધી પગપાળા ચાલી દુકાનદારો સાથે વાર્તાલાપ કરી તેમને પડતી અગવડો વિશે ચર્ચા કરી યોગ્ય ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના સલાહસૂચન કરાયા હતા. બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય લાગતા બજારમાં 1 વાગ્યા બાદ રસ્તાઓ સુમસામ જણાયા હતા. સ્વૈછીક સંસ્થાઓ સહિત યુવાનોએ સેવાના કાર્યક્રમો કરી પાતાળેશ્વર મંદિર, રેલ્વે વિસ્તાર, હાઇવે વિસ્તાર સહિતના વિસ્તારમાં ગરીબ, શ્રમિક અને અટવાઇ પડેલા લોકોને ભોજન પુરું પાડયું હતું.

આ ઉપરાંત ગંજબજારમાં કરીયાણાના હોલસેલ વેપારીઓની દુકાને કરીયાણું ખરીદવા ગામડેથી મોટી સંખ્યામાં ગાડીઓ આવી હતી. જેમાં તેલ અને ખાંડનું વધારે પ્રમાણમાં ખરીદી લોકોએ કરી હોવાનું વેપારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા પાલનપુરમાં ચાર રસ્તાઓ ઉપર ઉભા રહીને બાઇક ચાલકો તેમજ ગાડીઓ વાળાઓને રોકીને ઘરમાંથી બહાર ન નિકળવા તાકીદ કરી હતી. એરોમા સર્કલ પર રાજસ્થાન જવાવાળા યાત્રિકોની સંખ્યા અવિરત જારી રહી હતી. બપોરે પણ વધુ કેટલાક વાહનો મુસાફરોને રાજસ્થાનની હદ સુધી મુકવા ગયા હતા.

દવા, કરિયાણા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ કુંડાળા પાલિકા દ્વારા કરાયા

_photocaption_પાલનપુર શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજીની રેકડી ધારકોને શાકમાર્કેટમાંથી બહાર લાવી સીમલાગેટથી દિલ્હીગેટના રોડ ઉપર પંદર-પંદર ફૂટ દૂર ઉભા રાખવામાં આવ્યા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...