તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ.કાં,પાટણ, અરવલ્લીમાં કલમ 144 લાગુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહુએ એક સાથે ખભે ખભા મિલાવી કોરોના સામે મોરચો માંડ્યો હોય એમ 31 માર્ચ સુધી ભીડ ભેગી કરવા પર રોક લાગવાઇ રહી છે. જેમાં પણ રવિવારની જનતા કરફ્યુની જાહેરાત બાદ લોકો પણ સ્વયં પ્રધાનમંત્રીની ટહેલ બાદ સમર્થનમાં આગળ આવી રહ્યા છે. બીજીતરફ બનાસકાંઠા કલેક્ટરએ અગત્યની જાહેરાત કરી તમામ જનસુવિધા કેન્દ્રમાં અરજદારોના પ્રવેશ પર રોકાવી દીધી છે. અને એટલા માટે ગંભીર ગણાવાઈ રહ્યો છે. કારણ કે રોજ જુદી જરૂરિયાત માટે કોઈ આવકના જાતિના આધારના સુધારા-વધારા સહિતના કામો થતા હોય છે તેવામાં આ કામગીરી પર રોક લગાવી દેવાનો ચોંકાવનારો નિર્ણય કરાયો છે. ઉપરાંત વનવિભાગે જેસોર અને બાલારામ-અંબાજી વન્ય અભ્યારણમાં પણ સહેલાણીઓ માટે પ્રવેશ બંદી કરી
દીધી છે.

મોરવાડામાં સ્પેનથી આવેલી બે વિદેશી મહિલાઓના ધામા, લોકોમાં ફફડાટ

3976 લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

આરોગ્ય શાખા દ્વારા આજદિન સુધી વિદેશમાંથી આવેલા 257 પ્રવાસીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જે પૈકી 175 પ્રવાસીઓનું 14 દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે. 68 પ્રવાસીઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે અને 14 પ્રવાસીઓ અન્ય જગ્યાએ માઈગ્રેટ થયેલ છે. આજ દિન સુધી 6 પ્રવાસીઓમાં લક્ષણો જોવા મળતા તેમનું લેબોરેટરી પરીક્ષણ કરાવેલ છે. જેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. અલગ જગ્યાએ 3976 લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું છે.

કાણોદરના 2 હજાર લોકો વિદેશમાં રહેતો હોઈ વડીલો વિડીયો કોલથી સતત સંપર્કમાં

પાલનપુર | પાલનપુરના કાણોદરમાં રહેતા ફાતમાંબેન હાડા અને હસનભાઈ હાડાના બંને દીકરા ઓસ્ટ્રેલિયા છે. તેઓ બંને સવાર-સાંજ વીડિયો કોલિંગ મારફત વાતો કરે છે. ફાતમાબહેને જણાવ્યું કે \\\"આખું જીવન શિક્ષિકા તરીકે મેં નોકરી કરી મારા પતિ તલાટી તરીકે હતા બંને દીકરાઓને ભણાવી-ગણાવી અને ઓસ્ટ્રેલિયા મોકલ્યા છે. ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે સુખેથી જીવન જીવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ દરમિયાન અમને તેમની ચિંતા થાય છે એટલે સવાર-સાંજ બે વખત વિડીયો કોલ મારફત વાતો કરીએ છીએ. \\\" ઓસ્ટ્રેલિયા માં રહેતા અયમાન રજબઅલી અઘારીયાએ જણાવ્યું કે \\\"ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના શોપિંગ મોલ્સમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી ગઈ છે. પરંતુ અહીંની સરકાર આર્થિક રીતે સધ્ધર છે. તમામ લોકોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહી છે. કાણોદર ગામ ના 1500થી 2000 પરિવારો જુદાજુદા દેશોમાં વસવાટ કરે છે જેમાં એકલા ઓસ્ટ્રેલિયામાં 500 લોકો વસવાટ કરે છે. \\\"ઓસ્ટ્રેલિયામાં રહેતા મુશર્રફ અલીએ જણાવ્યું કે \\\"ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન વિસ્તારમાં 35 પરિવારો વોકિંગ ડિસ્ટન્સમાં રહીએ છીએ. આખી દુનિયામાં એક જ ગામના લોકો આટલા નજીકના અંતરમાં રહેતા હોય તેવું ભાગ્યે જ બને છે. કોઈપણ મુશ્કેલી આવે છે અમે તમામ પરિવારો એક થઈ જઈએ છીએ. ’

4 કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ કરાયો

વાયરસને ફેલાતો અટકાવવા કલેકટર સંદિપ સાગલેએ 4 કે તેથી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઇપણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સભા સરઘસ, રેલી, મેળાવડા માટે મંજુરી લેવાની રહેશે. જિલ્લામાં આવેલ જાહેર મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, મેળાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય, ખાનગી બગીચો, પાન-તમાકુની દુકાનો બંધ રાખવાની રહેશે.’ જિલ્લામાં આવેલ જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. કોઈપણ વ્યકિત સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે.

તાત્કાલિક સારવાર સિવાય સિવિલમાં આવવું નહીં તેવા પોસ્ટરો લગાવાયા


માઉન્ટ આબુમાં નૌકાવિહાર બંધ,હોટલોમાં ભોજન બંધ કરાઈ : પાર્સલ સેવા જારી

જેસોર-બાલારામ-અંબાજી અભ્યારણમાં પ્રવેશબંદી,ગુંદરી, અમીરગઢ, અંબાજી, ખોડા બોર્ડર પર તમામ વાહનો રોકી પેસેન્જરનું સ્ક્રિનિંગ કરાયું

કોરાનાની ઈફેક્ટ: પાલનપુર જનસેવા કેન્દ્રમાં ખાલી

આજથી તમામ જનસુવિધા કેન્દ્રમાં અરજદારોના પ્રવેશ પર રોક,રવિવારે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી બસોના પૈડા થંભી જશે


પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા જનસેવા કેન્દ્રમાં દિવસ દરમિયાન શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી દસ્તાવેજો મેળવવા આવતા હોય છે પરંતુ લોકોના ટોળાં એકત્રિત થતા કોરોના ફેલાવવાના ભયને પગલે જનસેવા કેન્દ્રમાં ગણ્યા-ગાંઠ્યા અરજદારો જ આવતા અરજદારોથી ઉભરાતું જનસેવા કેન્દ્ર ખાલીખમ ભાસી રહ્યું છે.

પાલનપુર સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર સિવાય સિવિલમાં આવવું નહીં ઠેરઠેર પોસ્ટરો લગાવાયા છે. તેવા સામાન્ય બીમારીઓ, સાંધાના દુ:ખાવા કે દાંતની સારવાર અર્થે આવતા દર્દીઓને બે સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલમાં ન આવવા તાકીદ કરાઇ છે.


શુક્રવારે સવારે આરોગ્ય વિભાગ દ્વારા સરહદો પર સ્ક્રિનિંગ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાની ગુંદરી, અમીરગઢ, અંબાજી, ખોડા બોર્ડર પર તમામ વાહનો રોકી પેસેન્જરના ટેમ્પરેચર ચકાસવામાં આવ્યા હતા. બીજી બાજુ એસટી વિભાગીય નિયામક જયદીપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘રવિવારે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી એસટીના તમામ રૂટો રદ કરી દેવાશે. શુક્રવારે પાલનપુરના ખીમાણા ટોલનાકા પર ઉકાળાનું વિતરણ કરાયું હતું. થરાદમાં 17 જણા ધાર્મિક યાત્રા કરીને પરત આવતા 14 દિવસ ઘરમાં જ કોરેન્ટાઇન કરવા સૂચના આપી છે.’


_photocaption_કાણોદરમાં રહેતા ફાતમાંબેન હાડા અને હસનભાઈ હાડાના બંને દીકરા ઓસ્ટ્રેલિયા છે.તેઓ બંને સવાર-સાંજ વીડિયો કોલિંગ મારફત વાતો કરે છે.*photocaption*

મહેસાણા | ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પાટણ, પાલનપુર અને મોડાસામાં નોંધાયેલા કોરોનાના શંકાસ્પદ 3 કેસમાં પાટણના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન શુક્રવારે અબુધાબીથી બે દિવસ અગાઉ આવેલા મહેસાણાના યુવાનને કોરોના વાઇરસના લક્ષણો જણાતાં સ્થાનિક સિવિલમાં દાખલ કરાયો હતો. બાયડ તાલુકાના સાઠંબામાં દુબઇથી આવેલા યુવકને પણ શંકાસ્પદ લક્ષણાે જણાતાં વાત્રક હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ભરતી કરાયો છે. આરોગ્ય વિભાગે તેના રિપોર્ટ માટે જરૂરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.દરમિયાન, લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને રાખી પાટણ, પાલનપુર અને અરવલ્લી જિલ્લામાં કલમ 144 એટલે કે ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ જિલ્લાઓમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ, બગીચા, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પુલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ સહિત અવરજવર વાળા તમામ સ્થળો જનતા માટે બંધ રખાશે.
અન્ય સમાચારો પણ છે...