સમીના બાળકો ઘરે બેઠાં ચિત્રો દોરીને સમય પસાર કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી તાલુકાની જયરામનગર પ્રાથમિક શાળાનાં બાળકો અાજકાલ ઘેર બેસીને મનપસંદ ચિત્રો દોરી રંગપૂરણી કરીને કોરોનાના ડરને ભગાવી રહ્યાં છે. બાળકો નિયમિત તેમના શિક્ષક સાથે મોબાઇલ-વોટ્સએપના માધ્યમથી ચિત્રો, વિચારોની આપ-લે કરી રહ્યાં છે.

શિક્ષક હરિભાઈ પટેલે બાળકો તેમના ઘરેથી બહાર ન નીકળે અને ઘરમાં બોરિંગ ન થાય તેમજ કોરોનાથી ભયભિત પણ ન થાય એવા આશય સાથે બાળકોને આનંદ સાથે સ્વાનુભવથી શિક્ષણ પ્રાપ્ત કરે તેવું કંઇક કરવાનો વિચાર અાવતાં તેઅોઅે બાળકોનાં ઘરોને લાઈવ પાઠશાળા બનાવી દીધી છે. જેમાં બાળકો તેમની પસંદના ચિત્રો દોરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...