તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં લૂંટ : પાટણમાં કરિયાણા સ્ટોરો પર વેપારીઓ મનફાવે ભાવ લે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં લોકડાઉન દરમ્યાન લોકો જીવન જરૂયાત વસ્તુઓની ખરીદી માટે દોડધામ કરી ઘરમાં સપ્તાહ અને મહિના સુધીનો સ્ટોક કરી રહ્યા છે ત્યારે બંધન પગલે કરિયાણા સ્ટોરના વેપારીઓ પણ મન ફાવે એ ભાવ નક્કી કરી વેચાણ કરતા શહેરમાં કરિયાણા સ્ટોરો પર દરેક દુકાને ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો જેને લઇ મજબૂરીમાં ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે.

પાટણ શહેરમાં સવારે અને સાંજે કરિયાણા સ્ટોર પર શહેરીજનો સહીત આસપાસના ગામો માંથી ચાલતા મોટી સંખ્યામાં લોકો કરિયાણું લેવા ઉમટી ઘરમાં જીવન જરૂયાત વસ્તુઓનો સ્ટોક કરવા જરૂરીયાત કરતા ડબલ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.તકનો લાભ લઇ વેપારીઓ કમાઈ લેવાની લ્હાયમાં બજાર કિંમત કરતા કિલોએ 5 થી 10 રૂપિયા વધારી દીધા છે જેમાં સામાન્ય ચીજ વસ્તુઓ કરતા સૌથી વધુ ભાવ દાળમાં વધાર્યો છે જેમાં 6 પ્રકારની મળતી દાળ માં 20 થી 30 રૂપિયા ભાવ વધુ લઇ રહ્યા હોવાનું રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું ત્યારે શહેરમાં તંત્ર દ્વારા વ્યાજબી ભાવે વેચાણ કરવા કડક સૂચનાઓ આપવા છતાં તેનો ભંગ કરી વેપારીઓ મનફાવે એ પ્રમાણે ભાવ લેતા મહામારીની સ્થિતિમાં ગરીબ લોકોના ખિસ્સા ખંખેરાઈ રહ્યા હોય તંત્ર દ્વારા સ્ટોરમાં વ્યાજબી ભાવમાં તમામ વસ્તુઓ મળે તેવી કાર્યવાહી કરવા ગ્રાહકોની માંગ ઊઠી છે.

વસ્તુ એક દુકાનો 3 ભાવ ત્રણેયના અલગ

વસ્તુઓ યાદી જુનોભાવ મન્સૂરી ટેડર્સ જયવીર ટેડર્સ અંબિકા ટેડર્સ

તેલ - સીંગતેલ 120 140 140 કપાસિયા 100

સરસિય 90 100 100 નથી

ઘી - સાગર 480 500 485 510

ખાંડ 35 40 40 50

ચા 200થી 390 240 થી 260 240 થી 390 280 થી 500

મગની દાળ 90 110 100 110

તુવેરની દાળ 80 90 80 85

મગમોગરની દાળ 95 120 100 110

અડદની દાળ 90 100 90 100

મશરૂ 70 75 70 80

ચણાની દાળ 60 70 60 65

ચોખા 50થી100 50થી100 50 થી 100

ગોળ 50 50 50 50

મરચ 120થી160 160 થી 200 180 થી 200 180

હળદર 120 130 120 160

નોંધ:તમામ ભાવ પ્રતિકિલોના

તેલના ડબ્બામાં 200 અને દાળના ભાવમાં 20 રૂપિયા ભાવ વધાર્યો

- સીંગતેલના ડબ્બાના 19 માર્ચ પહેલા 1850 તે ડબ્બા 2150 થી 2200 રૂપિયા થઇ ગયા છે તો દાળમાં તુવેર,મગની ,મશરૂ ,અળદ ,ચણાની મગમોગર છ જાતમાં 10 થી 30 રૂપિયા સુધીનો વધારો થયો છે ત્યારે ફક્ત સીંગતેલના ડબ્બામાં જ ઉપરથી ભાવ વધારો થયો છે અન્ય કોઈ વસ્તુમાં ભાવ વધારો ન થયો હોવા છતાં વેપારીઓએ જાતે જ ભાવ વધારી દીધો છે.

ગ્રાહકોએ કહ્યું આવા માહોલમાં સેવાના બદલે વેપારીઓ મજબુરીનો ફાયદો ઊઠાવે છે

કરિયાણા સ્ટોર પર ખરીદી કરી બહાર આવતા લોકોને ભાવ વિષે પૂછ્યું તો હેતલબેને જણાવ્યું હતું કે ભાઈ હાલમાં લોકો કરિયાણાનિન કીટો વહેંચી રહ્યા છે ત્યારે આ વેપારીઓ ભાવ વધારી લૂંટી રહ્યા છે.અમૃતભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે 7 કિલોમીટર ચાલીને આવ્યો છું જે દુકાન પહેલી મળે ત્યાંથી લઇ લીધું 1100 રૂપિયાનું કરિયાણું લીધું પણ જરાય થેલીમાં પણ દેખાતું નથી.એટલા ભાવ છે.

સૌથી વધુ દાળ વેચાતા વેપારીઓએ રૂ.10 થી 30 વધાર્યા,તેલમાં રૂ.200 વધ્યા


અન્ય સમાચારો પણ છે...