તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરના રસુલપુર ગામેથી જુની રદ થયેલ રૂ.44.75 લાખની નોટો સાથે શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના રસુલપુર ગામના મઝીદવાસમાં રહેતા અેક શખ્સે તેના ભાઇના ઘરમાં થેલામાં છુપાવી રાખેલી રૂ.500 અને 1000ના દરની જુની રદ કરાયેલી રૂ.44,75,000ની ચલણી નોટો કાકોશી પોલીસે બાતમી અધારે કબજે લઇ શખ્સને પણ પકડી લઇ નોટો અંગે પૂછપરછ હાથ ધરી હતી.

કાકોશી પોલીસ મથકના પીઅેસઅાઇ અેન.ડી.પરમાર અને તેમનો સ્ટાફ શનિવારે વહેલી પરોઢે નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે અેસઅોજી પોલીસ કર્મી વિક્રમસિંહને રસુલપુર ગામે અસહદ મોહમદ કડીવાલ પાસે જુની ચલણી નોટો હોવાની બાતમી મળતાં તેઅોઅે જાણ કરતાં પોલીસ પંચો સાથે રસુલપુર ગામે પહોંચી ગઇ હતી અને મઝીદવાસમાં જઇ બંધ મકાન ખોલાાવતાં તેમાંથી બહાર નિકળેલ શખ્સે તેનું નામ અસહદ જણાવતાં પોલીસે હકીકત જણાવી ઘરમાં તપાસ કરતાં કંઇ મળી અાવ્યું નહોતું પણ તેને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં તેણે તેના ભાઇના અાબીદના ઘરે તેની જાણ બહાર મૂક્યાનું જણાવતાં પોલીસે કડીવાલા કમ્પાઉન્ડ તરીકે અોળખાતા મહોલ્લામાં જઇ અાબીદના ઘરમાં તપાસ કરતાં અભરાઇ પરથી નોટો ભરેલ અાર્મી યુનિફોર્મ જેવા લીલા ભુખરા રંગના થેલો મળી અાવ્યો હતો.

પોલીસે તે કબજે કરી પોલીસ સ્ટેશને જઇ ગણતરી કરતાં રૂ. 500ના દરની 2650 અને રૂ. 1000ના દરની 3150 નોટો નિકળી હતી જે જુની રીતે રૂ.44,75,000 ની અને હાલની સ્થિતીઅે રૂ.0 કિંમત થાય છે. અા નોટો કયાંથી લાવેલ હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે અંગે પૂછતાં સંતોષકારજ જવાબ અાપતો ન હોઇ અસહદ કડીવાલ સામે ધી સ્પેશીફાઇડ બેંક નોટસ્ (સેસસન અોફ લાયબીટીસ)અેકટ 2017 કલમ 7 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

SOGને મળેલ બાતમી અાધારે પેટ્રોલિંગમાં ફરતી કાકોશી પોલીસે વહેલી સવારે છાપો માર્યો


500 અને 1000ના દરની નોટો શખ્સે તેના ભાઇની જાણ બહાર તેના ઘરની અભરાઇ પર સંતાડી હતી


અન્ય સમાચારો પણ છે...