તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર પંચાયતની આડોડાઈથી પુણ્યશિલા નદી “ગંદકીથી ખરડાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી પુણ્યશિલા નદીની ગંદકી મહામારી ફેલાવશે. નદીની સફાઈ અંગે ગ્રામપંચાયતનું ધ્યાન દોરવા છતાં કોઈ જ પરિણામ નહી આવતા ગ્રામપંચાયતના સત્તાધીશો જાણે મહામારી ફેલાવવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

વિજયનગર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને આમ જનતા અધિકાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલે કલેકટર, વિકાસ અધિકારીને કરેલી લેખિત ફરિયાદ અનુસાર વિજયનગરના બસસ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી પુણ્યશિલા નદીમાં ફેલાયેલી ગંદકીથી મહામારી ફેલાવાની દહેશત ફેલાઈ છે. ગામના ભરચક વિસ્તારમાં ગંદકી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગ્રામપંચાયતને આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરી નથી. અા અંગે વિજયનગર ગ્રામ પંચાયતના તલાટી વિજેશભાઈ પટેલનો સંપર્ક સાધતા પુણ્યશિલા નદી ની ગંદકી દૂર કરવા સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

_photocaption_વિજયનગરની પુણ્યશિલા નદીની ગંદકી મહામારી ફેલાવશે. } બિપીન નગારચી*photocaption*
અન્ય સમાચારો પણ છે...