તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડા-ધાખા ગામે મૃત પશુઓની દહેશતથી શિરસ્તેદારને રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરાના કોટડા-ધાખા ગામે છેલ્લા બે વર્ષથી મૃત પશુઓની દુર્ગંધને સહન કરતા ગ્રામજનો કોરોના વાયરસને લઇ ડરી ગયા છે.શુક્રવારે ગ્રામજનો દ્વારા મરેલા પશુઓથી રોગચાળો થવાની દહેશતના પગલે શિરસ્તેદારને રજૂઆત કરી મરેલા પશુઓ નાખવાનું બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે.

ધાનેરા તાલુકાના કોટડા-ધાખા ગામના લોકો ગામમાં પડેલા પશુઓના મૃતદેહોના નિકાલ માટે શુક્રવરો ધાનેરા પ્રાંત કચેરીએ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.જ્યાંમરેલા પશુઓ નાખવાનું બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે.

ફરજ પર શિરસ્તેદારને આવેદનપત્ર પાઠવી ગામમાં મરેલા પશુઓ નાખવાનું બંધ થાય તે માટે રજુઆત કરી હતી.શિરસ્તેદાર મોડશીહ રાજપૂત દ્વારા પણ આ મામલે ઝડપી તપાસ કરવા માટે ગ્રામજનોની સમસ્યાનો હલ લાવવાની ખાતરી આપી હતી.

મૃત પશુઓ નાખવાનું બંધ કરાવવા માંગ કરાઇ

અન્ય સમાચારો પણ છે...