આરોગ્યકર્મીએ આઈ કાર્ડ બતાવવા છતાં માસ્ક કેમ પહેર્યું નથી કહી પોલીસકર્મીએ10 દંડા માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને ખાળવામાં આરોગ્ય કર્મીઓની ભૂમિકા મહત્વની બની રહેનાર છે ત્યારે પ્રાંતિજ તાલુકાની રામપુરા ચોકડીએ પ્રાંતિજ પોલીસ કર્મી દ્વારા આરોગ્યકર્મીએ આઈ કાર્ડ બતાવવા છતાં માસ્ક કેમ નથી પહેર્યો કહી સાથળ ઉપર આઠ થી દસ દંડા ફટકારી દેતાં ખળભળાટ મચી ગયો છે અને જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તીવ્ર પ્રત્યાઘાત સોંપડી રહ્યા છે.

દલપુર પીએસસી પર એમ.પી.એચ.ડબ્લ્યુ. તરીકે ફરજ બજાવતા પ્રિયાંકભાઈ દેસાઈ સોમવારે સવારે કામ હોવાથી ફતેપુરા પીએચસી ગયા હતા. પ્રિયાંકભાઈના જણાવ્યાનુસાર ફતેપુરા થી પરત ફરતાં સવારે નવેક વાગ્યે રામપુરા ચોકડી પર ઊભા રહેલ પોલીસકર્મીઓ પૈકી કુંદનસિંહ ઝાલા નામના પોલીસકર્મીએ રોકતા આઈ કાર્ડ બતાવી આરોગ્ય કર્મી હોવાનું અને દલપુર જઈ રહ્યો હોવાનું જણાવવા છતાં માસ્ક કેમ નથી પહેર્યો કહી આઠ થી દસ દંડા ફટકાર્યા હતા. જેથી ફતેપુરા પીએચસીમાં સારવાર અર્થે જતા પ્રાંતિજ સીએચસીમાં રિફર કરાયા બાદ પ્રાંતિજ ખાતે સારવાર લઇ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં પીઆઇ એમ.ડી. ચંપાવત મજરા ખાતે હોઇ વાત કરવા મજરા બોલાવ્યો હતો અને ફરિયાદ ન કરવા તથા સમાધાન કરી લેવા જણાવ્યું હતું. ઘટનાને પગલે આરોગ્ય કર્મીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડતા હિંમતનગર આવી કલેકટરને રજૂઆત કરતાં કલેકટરે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બારોટે જણાવ્યું કે આરોગ્ય અધિકારી, ડીડીઓ, ડીએસપી અને કલેકટરને રજૂઆત કરી છે કે આ પોલીસકર્મી વિરુદ્ધ પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આરોગ્ય કર્મીઓ કામ નહીં કરેની ચીમકી ઉચ્ચારી હતી.

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતાં પી.આઇ.એ ભોગ બનનારને મજરા બોલાવી સમાધાન કરવાનું કહેતાં કલેકટરને રજૂઆત કરાઇ, પોલીસકર્મી વિરુદ્ધ પગલાં નહીં લેવાય તો કામ ન કરવાની ચીમકી ઉચ્ચારી
અન્ય સમાચારો પણ છે...