પરવાનગી કાર્ડ કાઢવાની કાર્યવાહી શરૂ, ધંધા માટે પાલિકા- વાહન માટે પ્રાંત કચેરી માંથી નીકળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં સામાન્ય વસ્તુઓ ખરીદવા માટેના બહાના કાઢી લોકો બહાર આવી રહ્યા છે જેથી હવે તેમને રોકવા અને કામ સિવાય બીજા લોકો બહાર ન આવે માટે આવશ્યક વસ્તુઓના સ્ટોર વાળાઓને ઘરમાંથી બહાર આવવા માટેના કાર્ડ પાલિકામાં ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે . અાવશ્યક ચીજવસ્તુના પરીવહન વાહનો માટે પ્રાંત કચેરીમાં કાર્યવાહી શરૂ કરાઈ છે .જે લોકોને ઇમરજન્સી સેવા કે ખરેખર આવશ્યક વસ્તુઓની જરૂર છે તે જ માણસોની ખાતરી કર્યા બાદ જ જવા દેવામાં આવશે કામ વગર બહાર આવતા લોકો પકડાશે તો તેમના પર કડક કાર્યવાહી કરીશું તેમ કલેકટર જણાવ્યું હતું. શહેરમાં પસાર થવા માટે વાહનો સહિતના પાસ ઈશ્યુ કરાઈ રહ્યા છે. ધંધા માટે નગરપાલિકા અને વાહન માટે પ્રાંત કચેરી ખાતે પાસ કાઢવાની કામગીરી શરૂ કરાતાં વેપારીઓ સહિતની ભીડ જમી છે.

21 દિવસનો લોકડાઉન લાંબો છ, તેનું નુકશાન સહન કરી લેશું : વેપારી

પાટણ શહેરમાં જનતા કરફ્યુ બાદ 21 દિવસનો લોકડાઉનનો અમલ કરવામાં અાવતાં જીવન જરૂરી ચીજ વસ્તુઅોની દુકાનોને બાદ કરતાં અન્ય વેપાર રોજગાર સદંતર બંધ છે. વેપારીઅોને અામાં મોટી અસર થશે પણ હિંમત હાર્યા નથી. વેપારીઅોઅે કહ્યું કે જાતે સાજા હશુ તો કાલે કમાઇ લઇશું .અા મહામારીથી બચવા ઘરમાં બેસી રહેવુું જરૂરી છે.શહેરના કે બહારના લોકોને મળવાનું ફોન પર થઇ શકે છે. સીધો સંપર્ક તો નહી થાય અને તે જરૂરી છે. શહેરના ખેતરવસીમાં જૈન ઉપાશ્રય મહોલ્લા પાસે રહેતા વાસણના વેપારી ભરતભાઇ શાહે જણાવ્યું કે કોરોના જે રીતે ફેલાઇ રહયો છે તે જોતાં બંધ રાખવો જરૂરી છે. અાપણે જાતે સલામત હોઇશું તો કાલે કમાઇ લેશું. જોકે અા રાષ્ટ્રીય ફરજ છે જે સાૈ કોઇ અદા કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...