તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના દર્દીનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ, કલમ 144 લાગુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં પ્રથમ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા લોકોઅે રાહતનો શ્વાસ લીધો છે પરંતુ લોકોમાં વાયરસને લઇ સતર્કતાના ભાગરૂપે બહાર આવવાનું ટાળતા ભીડ ઓછી જોવા મળી રહી છે.શહેરમાં જાહેર થૂંકવા પર પ્રતિબંધ હોઈ પ્રાંત અને પાલિકાની ટીમે શહેરના હાઇવે વિસ્તારો પર ચેકીંગ હાથ ધરી થુંકનાર લોકો તેમજ દુકાનદારને રૂ. 500 સ્થળ પર જ દંડ ફટકારી કડક સૂચનાઓ આપી હતી.બેંકોમાં પણ પાંચથી વધુ વ્યક્તિઓને અંદર ન રાખી ફક્ત એક એક ગ્રાહકને કામ અર્થે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 60 વર્ષના 2120 વૃદ્ધોનું સ્ક્રેનીંગ કરવામાં આવ્યું હતુ જ્યારે જિલ્લામાં 3967 શિક્ષકો દ્વારા ગામોમાં કુટુંબોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.દરમિયાન જિલ્લામાં શંખેશ્વર જૈનતિર્થની યાત્રા બંધ કરાઇ છે. સિધ્ધપુરનું બિંદુ સરોવરમાં શ્રાધ્ધવિધી બંધ કરાઇ છે. અાંતરરાજ્ય બસરૂટો બંધ કરાયા છે જેમાં પાટણથી નાસીક,શીરડી,માલેગાંવ, અામેટ, ચાણસ્મા ડેપો દ્વારા નાસીકનો સમાવેશ થાય છે. 23 માર્ચે રાધનપુર ખાતે યોજાનાર રોજગાર નોંધણી કેમ્પ રદ કરાયો છે.

પાટણ શહેરમાં મેલેશિયાથી આવેલ યુવકમાં શંકાસ્પદ કોરોના લક્ષણો દેખાતા તેને ધારપુર આઇસોલેશન વોર્ડમાં રાખી સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલ્યા હતા ત્યારે શહેરમાં પ્રથમ શંકાસ્પદ કેસ કોરોના વાયરસનો નોંધાતા સમગ્ર શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાયો હતો.

મોડી રાત્રે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં લોકોઅે રાહત અનુભવવી હતી. શુક્વારે સતર્કતાના ભાગ રૂપે લોકો ટોળે વળવાનું અને કામ વગર બહાર આવવાનું ટાળતાં ભીડના દ્રશ્યો ઓછા જોવા મળ્યા હતા.

શહેરમાં સુરક્ષાના ભાગ રૂપે પ્રાંત અધિકારી પાલિકાની ટિમ સાથે શહેરના ટીબી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચોકડી થી જનતા હોસ્પિટલ સુધી ચેકિંગ હાથધર્યું હતું જેમાં દુકાન,પાન પાર્લર રેસ્ટોરેન્ટ ,અને નાસ્તાની લારીઓ પર ફરી થૂંકવાના નિશાન દેખાય તેના માલિકને તેમજ રસ્તા પર જાહેરમાં થૂંકતા નજરે ચડેલા લોકોને રૂ.500 મુજબ દંડ કરાયો હતો.ચેકીંગ દરમ્યાન 33 લોકોને રૂ.16500 દંડ
કરાયો હતો.

વધુ અવર-જવર ધરાવતા જાહેર અને ખાનગી સ્થળો પર ફોજદારી અધિનિયમ-1973ની કલમ-144 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ-37(4) લાગુ કરવામાં અાવી છે.જેમાં લેખિત પરવાનગી વગર કોઈપણ સભા, સરઘસ, સંમેલન, મેળાવડા, લોકમેળાના આયોજન નહી કરી શકાય.

પાટણ જિલ્લામાં તમામ મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટ્યગૃહ, સ્પોર્ટ્સ કોમ્પેલક્ષ,સ્વીમિંગ પુલ, ડાંસ ક્લાસીસ, ગેઈમ ઝોન અને ક્લબ હાઉસ , જીમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હૉલ, લગ્ન વાડી અને રીક્રિએશન ક્લબ બંધ રહેશે. હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ખાણી-પીણીના સ્થળો, મીઠાઈ ફરસાણ દુકાન, ભોજનાલયમાં હાઈજીનની વ્યવસ્થા કરવાની રહેશે.આ અમલવારી 31 માર્ચ સુધી લાગુ પડશે અને તેનો ભંગ કરનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે.

પાટણ બ્લડબેંક દ્વારા રીપ્લેસમેન્ટ વગર પણ દર્દી માટે લોહી અપાશે

પાટણ| કોરોના વાયરસને લઇ ઉભી થયેલી પરિસ્થિતીમાં પાટણ રોટરી કલબ સંચાલિત અેસ.કે.બ્લડબેંક દ્વારા કોઇપણ દર્દીને સામે બ્લડ જમા કરાવી શકે તેમ ન હોય તો પણ સુરક્ષિત રીતે રક્ત પુરૂ પાડવા બ્લડસેન્ટર શરુ કરાયું છે.સ્વૈચ્છીક રીતે રકત જમા કરાવનાર દર્દીના સગા,કાયમી રકતદાતાઅો તેમજ લોહી લેવા માટે અાવતા દર્દીના સગાવહાલા માટે પ્રવેશ કરતાંજ સેનીટાઇઝરથી હેન્ડવોશની સગવડ કરાઇ છે તેમજ ડોનર કોચ અને સીટીંગ અેરીયાને જંતુમુકત કરવામાં અાવી રહયો છે. બ્લડ સેન્ટરના ચેરમેન પરેશભાઇ પટેલ અને કલબ ટ્રેનર બાબુભાઇ પ્રજાપતિઅે જણાવ્યું કે હાલમાં બ્લડ સ્ટોક છે.અાગામી દિવસોમાં અછત સર્જાશે તો માસમાં રકતદાન શીબીર નહી કરાય પણ બે ત્રણ રકતદાતાઅોને બોલાવીને બ્લડ અેકત્ર કરાશે. તેઅોઅે જણાવ્યુંકે દર્દી માટે લોહી લેવા માટે મોટા સમૂહમાં અાવવાના બદલે અેક બે વ્યકતિઅેજ અાવવું કે જેથી બ્લડ સેન્ટર પર ભીડ અેકત્ર ન થાય.

હારિજમાં સસ્તા અનાજના દુકાનદારો કોરોનાના કારણે ફિંગર પ્રિન્ટ નહી લેવા આવેદન આપ્યું

કોરોના વાયરસની પગલે હારીજ તાલુકાના સસ્તા અનાજના કુલ 46 દુકાનદારો દ્વારા સાવચેતીના પગલાં રૂપે માનવતાને ધ્યાનમાં રાખીને દુકાન પર અનાજ તેમજ અન્ય વસ્તુ લેવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રીક ફીંગર નો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.જે પ્રિન્ટ આપવા માટે હાથનો સ્પર્શ વારંવાર કરવાનો હોવાથી બે માસ માટે ફિગર પ્રિન્ટ નો ઉપયોગ બંદ કરવા માટે દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી હતી.અા રામભાઇ ઠક્કર,નરેન્દ્ર ઠાકર,ખેંમચંદભાઇ,વગેરે આવેદન આપવા જોડાયા હતાં.

હારિજમાં રવિવારે સામાજીક બેસણું રદ્દ કરાયું

કોરોના વાયરસની ગંભીર પરીસ્થિતી હોઇ વડાપ્રધાન દ્રારા રવિવારે સ્વયંભૂ કરફ્યૂ રાખવા અપીલ કરાઇ છે ત્યારે હારીજમા સ્વ.ગજ્જર જીવિબેન દલપતરામનું બેસણું તેમનાં પુત્રો દ્રારા બંધ રાખવામાં અાવ્યું છે.સગા સંબંધીઓને મોબાઇલ મારફતે જાણ કરી જણાવી દીધું છે.

પાટણ જિલ્લામાં 2120 વુદ્ધોનું સ્ક્રેનિંગ કરાયું

જિલ્લામાં 60 વર્ષથી ઉપરના વૃધોનું સ્કેનિંગ કરવાનું શરૂ કર્યું છે જેમાં પ્રથમ 80 આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા 2120 સ્કેનિંગ કરતાં 263 વ્યક્તિઓને શરદી ખાંસી અને તાવ, 232 ડાયાબિટીસ અને હાઇપરટેંશન ના દર્દીઅોને સારવાર આપવામાં આવી હતી.15 સ્થળોએ ઉકાળાનું વિતરણ કરાયું હતું.

બેંકમાં પાંચથી વધુ ગ્રાહકોને પ્રવેશવા નહી દેવાય

પાટણ શહેરમાં વિવિધ બેંકો માં કોરોનાના વાયરસના માહોલ દરમ્યાન ગેટ બંધ રાખી સિક્યુરિટી દ્વારા અંદર પાંચ માણસોને પ્રવેશ રાખી વારાફરથી એક - એકે ગ્રાહકને લાઈનમાં જ ઉભા રાખીને કામ માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે


પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે કોરોના વાયરસ અંગે ખોટી અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

મહેસાણા | ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પાટણ, પાલનપુર અને મોડાસામાં નોંધાયેલા કોરોનાના શંકાસ્પદ 3 કેસમાં પાટણના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન શુક્રવારે અબુધાબીથી બે દિવસ અગાઉ આવેલા મહેસાણાના યુવાનને કોરોના વાઇરસના લક્ષણો જણાતાં સ્થાનિક સિવિલમાં દાખલ કરાયો હતો. બાયડ તાલુકાના સાઠંબામાં દુબઇથી આવેલા યુવકને પણ શંકાસ્પદ લક્ષણાે જણાતાં વાત્રક હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ભરતી કરાયો છે. આરોગ્ય વિભાગે તેના રિપોર્ટ માટે જરૂરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.દરમિયાન, લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને રાખી પાટણ, પાલનપુર અને અરવલ્લી જિલ્લામાં કલમ 144 એટલે કે ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ જિલ્લાઓમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ, બગીચા, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પુલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ સહિત અવરજવર વાળા તમામ સ્થળો જનતા માટે બંધ રખાશે.

જાહેરમાં થૂંકી દંડ ન ભરતા યુવકને પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું

સિદ્ધપુર ચોકડી પર માનસી હોટલ પર ઉભેલા એક યુવક થૂંકતાં તેને 500 રૂપિયા દંડ આપવા કહ્યું હતું તેની પાસે પૈસા ન હોવાનું કહેતા બી ડિવિઝન પોલીસ મથકમાં મોકલી અપાયો હતો.જ્યાં તેના સંબંધી આવી દંડ ભરતાં છુટકારો મળ્યો હતો. તો બીજી તરફ સિદ્ધપુર નગરપાલીકા દ્વારા શહેરમાં મેલીથીઓન ગેમેક્ષીન પાવડરનો ઠેર ઠેર દવાનો છંટકાવ કરાવાઈ રહ્યો છે. { ભાસ્કર
અન્ય સમાચારો પણ છે...