પાલનપુરના વિદ્યાર્થીઓએ ડિવાઇસ બનાવી, હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિ બહાર જશેે તો સાયરન વાગશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને પગલે શંકાસ્પદ વ્યક્તિઓ બીજા કોઇને ચેપ ન લગાડે તે માટે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની સુચનાઓ અપાઇ છે. આમ છતાં કેટલાક હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળી જતા હોય છે. જેમના ઉપર નજર રાખી શકાય તે પ્રકારની ડિવાઇસ પાલનપુર એસ.એસ.આઇ.પી.ના વિદ્યાર્થીઓએ બનાવી છે.

પાલનપુર પોલીટેકનિક એસ.એસ.આઇ.પી.ના વિદ્યાર્થીઓ હિતેન પટેલ અને વસીમ મનેસિયા દ્વારા હોમ ક્વોરટાઈન દર્દી જો રૂમની બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો ડિવાઇસમાં લાગેલી પેસીવ ઇનફ્રારેડ હીટ સેન્સર દ્વારા 7 મીટર સુધીમાં રહેલા વ્યક્તિનું ટેમ્પરેચર સેન્સ કરે છે. જેના કારણે બહાર નીકળતી વ્યક્તિને ટ્રેસ કરશે અને સાઇરન ચાલુ થઇ જાય છે અને સોસાયટીના લોકોને ખબર પડી જાય છે. જેનો અંદાજીત ખર્ચ 190 રૂપિયા છે. આ આખા આઇડીયા પર પ્રોફેસર બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાઇસ તૈયાર કરાઇ છે.

ડિવાઇસ આવી રીતે કામ કરે છે

ઉડી ગયેલા બલ્બમાં પેસીવ ઇનફ્રારેડ સેન્સર લગાવવામાં આવ્યું છે. જે ઘરમાં જ લાઇટના હોલ્ડરમાં લગાવી દેવાનું હોય છે. ડિવાઇસમાં પાવર કનવર્ટર પણ લાગેલું છે જે એસી પાવરને ડીસી પાવરમાં કનવર્ટ કરે છે. ઉપરાંત રૂમમાં રહેલ વ્યક્તિ જો બહાર નીકળે ત્યારે પેસીવ ઇનફ્રારેડ સેન્સર વ્યક્તિને સેન્સ કરે છે. જેના કરણે સાઇરન ચાલુ થઇ જાય છે.

પોલીસને પણ મેસેજથી જાણ થઇ શકે છે

ડિવાઇસમાં જીએસએમ સિસ્ટમ અથવા આઇઓટી સિસ્ટમ ઉમેરવામાં આવે તો ક્વોરટાઈન કરેલ વ્યક્તિની ઘરની બહાર નિકળવાની અને તેના શરીરના ટેમ્પરેચરની જાણ સાઇરન સાથે-સાથે પોલીસ-હેલ્થ સેન્ટરમાં મેસેજથી પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...