તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળાસણમાં ઠંડાપીણાનાં વેચાણ બંધ કરવા નોટિસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાની ધોળાસણ ગ્રામ પંચાયત દ્વારા ગામના દુકાનદાર અને ગલ્લાવાળાને ઠંડા પીણાનાં વેચાણ પર પ્રતિબંધ માટે નોટિસ આપી છે. નોટિસમાં જણાવ્યુ છે કે ગામના તમામ દુકાનદાર અને ગલ્લાવાળા તેમની દુકાનમાં ઠંડા પીણા, આઇસ્ક્રીમ, બે રુપિયાની પેપ્સી સહિતના પીણા રાખવા અને વેચાણ બંધ કરી દેવા. જ્યાં સુધી કોરોના વાયરસનું નિયત્રંણ ન આવે ત્યાં સુધી ઠંડા પીણાનું વેચાણ ન કરવુ. સૂચનાનું પાલન ન કરનાર સામે પંચાયત દ્વારા પોલીસ ફરિયાદ કરાશે અને પંચાયત દ્વારા એક હજારનો દંડ ફટકારાશે.

અન્ય સમાચારો પણ છે...