તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા પાલિકામાં હવે ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ગેરહાજર ઉપપ્રમુખ પુરીબેન પટેલ સામે મોરચો માંડતા 20 કોંગી કોર્પોરેટરોએ આ ચૂંટણી પૂર્ણ થયાની ગણતરીની મિનિટોમાં જ તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને કરી હતી. ત્યારે આગામી 15 દિવસમાં હવે ઉપપ્રમુખની ચૂંટણી આવશે તે નક્કી છે.

નગરપાલિકામાં પુરીબેન પટેલ ગત 14 જૂનથી ઉપપ્રમુખપદે છે, આ નવ મહિનામાં છેલ્લા 15 દિવસ પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો છે. જેમની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષના જ 20 કોર્પોરેટરોએ અવિશ્વાસ વ્યકત કર્યો છે. જેમાં ઉપપ્રમુખ મનસ્વીપણે પાલિકાનો વહીવટ કરે છે, પ્રજાના માટે ચૂંટાયેલા તમામ પાલિકાના સભ્યો ઉપર ઉપપ્રમુખ વેરભાવ રાખીને કામ કરે છે તેમજ તેમનો વહીવટ તેમના પતિ કરે છે જેવા કારણોથી તેઓ સભ્યો ઉપરનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હોઇ અવિશ્વાસની દરખાસ્ત કલમ -36 હેઠળ પાલિકાની સભામાં મૂકવા લેખિત આપ્યું હતું. ઉપપ્રમુખ સામે અવિશ્વાસમાં 20 સભ્યો પૈકી શુક્રવારે પ્રમુખમાં ભાજપ તરફી મતદાન કરનાર કોંગી સુનિલ ભીલનો પણ સમાવેશ થાય છે.

કોંગી સદસ્યાને પાછા લાવવા પ્રયાસ એળે ગયા

સવારે 10.30 વાગે ત્રણ કોંગી કોર્પોરેટરો ચેતનાબેન પટેલ, રઇબેન પટેલ અને વિરમભાઇ પટેલ ભાજપના સદસ્યો સાથે સંકુલમાં આવતાં જ બાજી કોંગ્રેસના હાથમાંથી ગયાનું દેખાયું હતું. જોકે, તેમને પરત લાવવા છેલ્લી ઘડીના પ્રયાસ સભાખંડમાં પણ થયા હતા. જોકે, આ ત્રણેય સભ્યો ભાજપ સાથે બેઠા હતા. જેમાં કોંગ્રેસના શારદાબેન પરમારે ભાજપ ખેમામાં બેઠેલા ચેતનાબેન પાસે જઇને કહ્યું બહેન તમે કોંગ્રેસના છો અમારી પાસે આવી જાઓ તેમ કહી હાથ ખેંચ્યો પણ સાથ ન મળ્યો.

કોંગ્રેસે જેમને પ્રમુખ બનાવેલા તેમણે પણ સાથ ન આપ્યો

પાલિકામાં કોંગ્રેસના પાંચ પ્રમુખમાં રઇબેન વિઠ્ઠલભાઇ પટેલે પ્રમુખપદે એકાદ વર્ષ શાસન સંભાળ્યુ હતું. તેમણે શુક્રવારે કોંગ્રેસ વ્હીપ વિરુદ્ધ ભાજપમાં મતદાન કર્યું હતું. ઉપરાંત, ક્રોસ વોટિંગ કરનાર વિરમભાઇ પટેલે કહ્યું કે, અમને કમિટીઓમાં કોંગ્રેસે અન્યાય કર્યો હતો એટલે સાથ ન આપ્યો.

પ્રમુખની ચૂંટણીમાં કોણે ક્યાં મત આપ્યો

નવીનકુમાર હીરાલાલ પરમાર (ભાજપ-જીત)

ઉપપ્રમુખ મનસ્વી વહીવટ કરતા હોઇ વિશ્વાસ ગુમાવી ચુક્યાના કોંગી સભ્યોના આક્ષેપો સાથેની ચીફ ઓફિસરને દરખાસ્ત કરી

નાદુરસ્ત તબિયત હોઇ સારવાર હેઠળ છું

છેલ્લા ત્રણ દિવસથી નાદુરસ્ત તબિયત હોઇ પાટણ સારવાર હેઠળ હોઇ બેઠકમાં આવી શકાય તેમ નહોતું. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને રહીશ. બધા ફોન કરીને બેઠકમાં આવવા દબાણ કરતા હતા પણ આવી શકાય તેમ નહોતું.> પુરીબેન, ઉપપ્રમુખ

1 કોકીલાબેન ચાવડા

2 નિશાબેન બારોટ

3 રાજબા દરબાર

4 નવીનકુમાર પરમાર

5 ગિરીશભાઇ રાજગોર

6 ચેતનાબેન પટેલ

7 રઇબેન પટેલ

8 કિર્તિભાઇ પટેલ

9 મહેશભાઇ પટેલ

10 વિરમભાઇ પટેલ

11 ભાવનાબેન ગોર

12 મંગુબેન પ્રજાપતિ

13 કાનજીભાઇ દેસાઇ

14 કૈલાસબેન પટેલ

15 સ્મીતાબેન શાહ

16 જનકભાઇ બ્રહ્મભટ્ટ

17 કૌશિકભાઇ વ્યાસ

18 સંજયકુમાર બ્રહ્મભટ્ટ

19 પલ્લવીબેન પટેલ

20 રમેશભાઇ પટેલ(ભૂરી)

21 કનુભાઇ પટેલ

22 વિષ્ણુભાઇ પટેલ

23 સુનીલ ભીલ

શારદાબેન ભરતકુમાર પરમાર(કોગ્રેસ-હાર)

1 નંદાબા ઝાલા

2 શારદાબેન પરમાર

3 હિરેનકુમાર મકવાણા(મોન્ટુ)

4 ગાયત્રીબેન ચાવડા

5 મોતીબેન ઠાકોર

6 નવીનચંદ્ર પટેલ

7 ઘનશ્યામ સોલંકી

8 સ્મીતાબેન જહાં

9 રૂકશાનાબાનુ સિપાઇ

10 જયદીપસિંહ ડાભી

11 ત્રિભોવનભાઇ ઓઝા

12 અમિતભાઇ પટેલ

13 ભરતભાઇ પટેલ

14 શોભનાબેન ઠાકોર

15 મંજુલાબેન ચૌહાણ

16 દિનેશકુમાર પટેલ

17 નિમિષાબેન પટેલ

18 રાજેશકુમાર પટેલ

19 સોનલબેન પટેલ
અન્ય સમાચારો પણ છે...