પાલનપુરના 2 અને રાધનપુરના 1 યુવાનનો રિપોર્ટ નેગેટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડમાં ગુરુવારે કેટલાક શકમંદો તપાસ અર્થે લવાયા હતા જેમાં ત્રણ શંકાસ્પદ દર્દીઓ ના લોહીના નમૂના લઇ લેબોરેટરી અર્થે પ્રાઇવેટ વાન તાત્કાલિક અમદાવાદ દોડાવાયું હતું જેનો રિપોર્ટ આજે સાંજે નેગેટીવ આવ્યા હતા. આમ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી લેવાયેલા 19 સેમ્પલ પૈકી તમામે તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાશકારો
અનુભવાયો છે.

પાલનપુર સિવિલનો આઇસોલેશન વોર્ડનો વિભાગ અત્યંત જોખમી લક્ષણો ધરાવતા હોય તેવા જ દર્દીઓને ભરતી કરી તેમના સેમ્પલ લેવાની કાર્યવાહી કરે છે. જિલ્લા આરોગ્ય વિભાગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાધનપુરના પાલડી ગામનું એક દર્દી વિદેશના અરમાનીયા દેશથી પરત આવતા શંકાસ્પદ લક્ષણોના આધારે સેમ્પલ લેવાયું હતું.
જ્યારે અન્ય બે પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બે હિન્દી યુવાનોના શંકાસ્પદ લક્ષણોના આધારે સેમ્પલ લેવાયા હતા. આમ આ ત્રણેય સેમ્પલ લેબોરેટરીમાં નેગેટિવ
આવ્યા છે.

પાલનપુર વાસીઓ ઘરે બેઠા જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મંગાવી શકે તે માટે મોબાઇલ એપ લોન્ચ કરશે

14 એપ્રિલ સુધીના લોકડાઉન માટે રોજ જીવન-જરૂરિયાતની જુદીજુદી ચીજવસ્તુઓ માટે સવાર પડતાં જ ઘરથી બહાર નીકળી પડતાં લોકો હવે ઘરમાં જ રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવાનું પ્લાનિંગ હાથ ધર્યું છે. જેની ટૂંક સમયમાં વિધિવત જાહેરાત કરાશે. પાલનપુર શહેરના લોકો પ્લેસ્ટોરમાં જોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાને જોઈતી જરૂરિયાતની ચીજવસ્તુ ઘરબેઠા ઓર્ડર આપતા તેમને તે વસ્તુ ઘરે મળી જાય તે પ્રકારનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છ. આ અંગેની વિગતો આપતા કલેકટર સંદીપ સાંગલે એ જણાવ્યું હતું કે \\\"ટૂંક સમયમાં મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરીને કલેકટર બનાસકાંઠાના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરાશે.

પ્રથમ તબક્કામાં 5,46,969 ઘરો અને 28,06,179 વસ્તીને આવરી લેતા કોમ્યુનિટી સર્વેમાં તાવ, શરદી, ખાંસીવાળા દર્દીઓ-16,099, જિલ્લા બહારથી આવેલા -13,399 વ્યક્તિઓનો સર્વે કરાયો હતો, હવે બીજા તબક્કાનો સર્વે શરૂ

હોમક્વોરોન્ટાઇનનું બોર્ડ ફાડી દેવાતાં ફરિયાદ

અમદાવાદથી 25 માર્ચે ઘરે આવેલ દાંતા તાલુકાના સાંતપુરના વતની જાગૃતજી લાલજી ચૌહાણ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું પાલન ન કરતા હોઇ તેમજ આરોગ્ય કર્મચારી સાથે અયોગ્ય વર્તન કરતાં તેમની સામે હડાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે અને હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા ફરજ પાડવામાં આવી છે તેમ ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું હતું.

જિલ્લામાં સઘન સર્વેનો બીજો તબક્કો શરૂ

જિલ્લામાં પ્રથમ તબક્કામાં 5,46,969 ઘરો અને 28,06,179 વસ્તીને આવરી લેતા કોમ્યુનિટી સર્વેમાં તાવ, શરદી, ખાંસીવાળા દર્દીઓ-16,099, મહારાષ્ટ્ર અને બનાસકાંઠા જિલ્લા બહારથી આવેલ વ્યક્તિઓ-13,399નો સર્વે કરવામાં આવ્યો હતો. હવે બીજા તબક્કાનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 2425 આશા બહેનો, 1538 મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, 252 જેટલાં તબીબો સહિતના સ્ટાફ દ્વારા ઘેર ઘેર ફરીને સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમિત એકપણ કેસ પોઝીટીવ નોંધાયો નથી. જિલ્લામાં કુલ-19 શંકાસ્પદ કોરોનાના કેસ સામે આવ્યા હતા જેના તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

24 જગ્યાએ 108 વાહન તૈનાત

બનાસકાંઠા ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડી.પી.ઓ.સંજય ચૌહાણે જણાવ્યું હતું કે \\\"જીવીકે-ઇએમઆરઆઇ દ્વારા કુલ-24 જેટલી 108 એમ્બ્યુલન્સ વાહન તૈનાત કરવામાં આવી છે. પાલનપુર, ડીસા અને દાંતા તથા અંબાજી, થરાદ અને દિયોદર ખાતે વેન્ટીલેટર સજ્જ અને અન્ય 18 એમ્બ્યુલન્સ બેઝીક લાઇફ સપોર્ટ સુવિધાથી સજ્જ રાખવામાં આવી છે.’

લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે 5500 પાસ વિતરણ કરાય

લોકડાઉનનું બનાસકાંઠા જિલ્લામાં સંપૂર્ણ અમલીકરણ થાય, લોકો સંક્રમણથી સુરક્ષિત રહે તેમજ જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે દૂધ,શાકભાજી, ફળફળાદી સહિતની સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજીની લારીઓ, મેડીકલ સ્ટોર્સ અને કરીયાણાની દુકાનો સેવાભાવી કાર્યકરોને સમગ્ર જિલ્લામાં 5500 પાસ આપ્યા છે.

ગામડાના લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા થયા

થરાદ | થરાદના દોલતપુરા દૂધ ઉત્પાદક મંડળીના 250 ગ્રાહક દૂધ ઉત્પાદકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ એકબીજા વચ્ચે અંતર રાખી ચારથી વધુ દૂધ ઉત્પાદકોએ ભેગા મળી મંડળી કમ્પાઉન્ડમાં ઉભા રહેવું નહિ તેવી સૂચનાઓ આપવામાં આવી કોરોના વાયરસ રોગચાળા બાબતે સાવચેતી રાખવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...