હિંમતનગરમાં શંકાસ્પદ કોરોનાના 2 દર્દીનો રિપોર્ટ નેગેટિવ, 2 નો હજુ બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર સિવિલમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આઈશોલેશન વોર્ડમાં દાખલ કરાયેલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ચાર દર્દીઓ પૈકી બે દર્દીઓનો ગુરુવારે નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો, જ્યારે બે દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને વધુ 5 દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.

હિંમતનગર સિવિલમાં ઈડર, પ્રાંતિજ, તલોદ અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક એક દર્દી સારવાર હેઠળ આઈશોલેશન વોર્ડમાં દાખલ કરાયેલ છે. આ પૈકી તલોદ તાલુકાના 65 વર્ષિય વૃદ્ધ પુરુષ અને ઈડરની 30 વર્ષિય યુવતી એમ બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવવાને લઈ રાહત અનુભવાઈ હતી. આ ઉપરાંત હજુ પ્રાંતિજની 17 વર્ષિય કિશોરી અને વિજાપુર તાલુકાના આગલોડ ગામના 38 વર્ષના યુવકના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જોકે કોરોના જેવા લક્ષણ ધરાવતા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ લોકોને પણ દર્દીઓના રિપોર્ટ અંગે અફવાઓથી દૂર રહેવા માટે પણ જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે ફિવર ઓપીડીમાં આવેલ 61 તાવના દર્દીઓ પૈકી 5 દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. અત્યારસુધીમાં કુલ 18 શંકસ્પદના સેમ્પલ લેવાયા છે. તે પૈકી 16ના રિપોર્ટ આવી ગયા છે જે તમામ કોરોના
નેગેટિવ છે.

કોરોના અપડેટ ઉત્તર ગુજરાત

સાબરકાંઠા

આજના શંકાસ્પદ 5

કુલ શંકાસ્પદ 18

આજના નેગેટિવ 2

વધુ પાંચ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ

પાલનપુર

આજના શંકાસ્પદ 1

કુલ શંકાસ્પદ 16

અત્યાર સુધી નેગેટિવ 16

મહેસાણા

આજના શંકાસ્પદ 1

કુલ શંકાસ્પદ 8

કુલ નેગેટિવ 7

પાટણ

આજના શંકાસ્પદ 3

કુલ શંકાસ્પદ 15

આજના નેગેટિવ 3
અન્ય સમાચારો પણ છે...