મોડાસામાં મુસ્લિમ સમાજના ‘યુવા ગ્રુપે 1600 શ્રમિકોને 15 દિવસની કરિયાણાની કીટ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસામાં મુસ્લિમ સમાજના 250 થી વધુ સભ્યો દ્વારા ચાલતું યુવા ગ્રુપ મોડાસા દ્વારા ગરીબ તેમજ શ્રમિકો માટે 1600 થી વધુ અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે. મોડાસા ના 1600 જેટલા ગરીબ પરિવાર માટે મોડાસા ના મુસ્લિમ સમાજ ના યુવા ગ્રુપ તરફથી સમાજના દાતાઓની મદદ થી ફાળો એકત્ર કરી 15 દિવસ ચાલે તેટલી 1600 જેટલી કરિયાણાની કીટો બનાવી વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જો આગામી સમયમાં લોક ડાઉનની સ્થિતિ લંબાય તો હજુ પણ 2000 જેટલી વધુ કીટોનું વિતરણ કરી શકાય તેવું આયોજન તૈયાર કરી રાખ્યુ છે.

હજુ 2000 કીટોનું વિતરણ કરી શકાય તેવું આયોજન તૈયાર કરાયું


અન્ય સમાચારો પણ છે...