તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનને લઇ મહેસાણા શહેરમાં રોજ 56 ટકા કચરો ઓછો પેદા થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને લઇ મહેસાણા શહેરમાં થતો કચરો ઘટ્યો છે. સામાન્ય દિવસોમાં જ્યાં શહેરભરમાંથી 80 ટન જેટલો કચરો એકત્ર કરાય છે, તેની જગ્યાએ છેલ્લા સાતેક દિવસથી માત્ર 35 ટન જેટલો કચરો એકઠો થાય છે. એટલે કે, પ્રત્યેક દિવસે કચરાનો દર 56 ટકા સુધી ઘટ્યો છે.

લોકડાઉનની સ્થિતિમાં મહેસાણાના શહેરીજનો ઘરની બહાર નથી નીકળી રહ્યા તો સામે પક્ષે બજારો પણ સજ્જડ બંધ છે. આ સ્થિતિના કારણે કચરાની સાથે પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે. સામાન્ય દિવસોમાં શહેરમાંથી રોજનો 80 ટન જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરાતો હતો. પરંતુ અત્યારે તેનું પ્રમાણ 56 ટકા ઘટ્યું છે, એટલે કે રોજનો માત્ર 35 ટન જેટલો કચરાનો નિકાલ કરાઇ રહ્યો છે. 21 દિવસની આ સ્થિતિએ ગણતરી કરીએ તો સામાન્ય દિવસોમાં 2800 ટન જેટલા કચરાનો નિકાલ કરવો પડે તેની જગ્યાએ લોકડાઉનના આ 21 દિવસમાં માત્ર 735 ટન કચરાનો નિકાલ થશે.

21 દિવસ આ સ્થિતિ રહેશે તો 2800 ટનને બદલે 735 ટન કચરો જ નીકળશે
અન્ય સમાચારો પણ છે...