ધાનેરા પાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા ભોજન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા | ધાનેરા પાલિકા કોંગ્રેસના સદસ્ય દ્વારા લોકોને ભોજન પૂરું પાડવા માટેની જવાબદારી લીધી છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ લોકોને ઘરે-ઘરે જઈ પુરી તેમજ સુકીભાજી આપવામાં આવી હતી. આ અંગે તેમણે જણાવ્યંુ હતું કે, ‘જ્યાં સુધી દેશ લોકડાઉન રહેશે ત્યાં સુધી આવા લોકોને જમવાની વ્યવસ્થા કરી આપીશું.’ આ કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ,પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઇ સોલંકી, ઇશ્વરભાઇ ચૌધરી, પ્રકાશભાઈ સુથાર, હરિસિંગ રાજપૂત સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.તસવીર-ભાસ્કર
અન્ય સમાચારો પણ છે...