તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં હોમ ડિલિવરીમાં મોલ-માર્કેટ ચોથા દિવસે થાક્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનોમાં ભીડ રોકવા પાલિકાએ ચાર મોટી એજન્સીઓને હોમ ડિલિવરી માટે સંમત કરી કોલથી ઘરે કરિયાણું પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી હતી. જોકે, ક્ષમતા કરતાં વધુ ઓર્ડર આવતાં ચોથા દિવસ સુધીમાં સ્ટાફ થાકી ગયો છે. જ્યારે બે મોલમાં ઓર્ડર તો લેવાય છે પણ પૂરતો માલ નથી. એક મોલ ત્રણ દિવસનું વેઇટિંગ કહેતાં કેટલાક મોલ સુધી પહોંચીને ખરીદી કરી રહ્યા છે. તો માનવ આશ્રમ અર્બુદા મોલના બંને મોબાઇલ સાંજના 4.30 વાગે બંધ આવતા હતા.

પેમેન્ટ-પ્રોડક્ટમાં તકરાર થાય છે

વિસનગર લીંક રોડ આસ્થા સુપરમાર્ટના વિનુભાઇ પટેલે કહ્યું કે, ક્યાંક નાની મોટી પ્રોડક્ટ સપ્લાય, તેલના ડબ્બાના ઓર્ડરમાં સ્ટોક ન હોય તો 5 લિટર વગેરે સાથે બિલિંગ જનરેટ કરીને સ્ટાફ ગ્રાહકને આપવા જાય ત્યારે પ્રોડક્ટ બાબતે મુશ્કેલી સર્જાતી હતી. હવે પીએસ મશીન મોલમાં હોય ત્યાં ગ્રાહક ઘરે આગ્રહ રાખે. આવામાં સ્ટાફ સંમત નથી. જેટલા માણસના પાસ ઇસ્યુ થયા હોય તે સિવાયને મોકલવામાં પણ મુશ્કેલી છે. ત્રણ દિવસ રોજ 500 કોલ આવતા 90ને ડિલિવરી થઇ શકતી એટલે સોમવારથી હોમ ડિલિવરી અને મોલ બંધ રાખ્યો છે.

વેઇટિંગમાં 90 ટકા મોલથી ખરીદી જાય છે

રાધનપુર રોડ દેવસ્ય સુપર માર્કેટના કૃણાલ પટેલે કહ્યું કે, પ્રથમ દિવસે 150 કોલથી વેઇટિંગ શરૂ થયું છે. રોજ 100ને હોમ ડિલિવરી છે, વોટ્સએપમાં ઓર્ડરને પ્રાથમિકતા આપીએ છીએ. વેઇટિંગમાં ત્રણ-ચાર દિવસનું કહીએ તો 90 ટકા મોલ આવી માલ ખરીદી જાય છે. બિસ્કીટ, સાબુ વગેરે એજન્સીથી સપ્લાય ન હોઇ શોર્ટેઝ છે.

હોમ ડિલિવરી ચાલુ પણ તેલના ડબ્બા નથી

મોઢેરા ચોકડી જનતા સુપર માર્ટના જયેશભાઇ પટેલે કહ્યું કે, રોજના 80 થી 90 ઓર્ડર આવે છે અને હોમ ડિલિવરી ચાલુ છે. પણ સીંગતેલના ડબ્બાનો સ્ટોક નથી.

આસ્થા એજન્સીએ સર્વિસ બંધ કરી, દેવસ્યમાં ત્રણ દિવસનું વેઇટિંગ થતાં 90 ટકા લોકો મોલ આવી ખરીદી આવ્યા, અર્બુદાનો ફોન બંધ, જનતા સુપરમાર્ટમાં તેલના ડબ્બા નથી
અન્ય સમાચારો પણ છે...