તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પથરીનો દુ:ખાવો છતાં એલસીબી પીએસઆઈ ડ્યૂટી પર હાજર થયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.કે.ડોડીયાની બુધવારે ફરજ દરમ્યાન પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેઓને તાત્કાલીક સારવાર અર્થે પાટણ સીવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા ત્યારે ફરજ પરના તબીબે જરૂરી રિપોર્ટ તૈયાર કરાયા તો પથરીનો દુ:ખાવો હોવાનુ જણાવેલ અને લાંબી સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી હતી. હાલમાં વિશ્વ મહામારીની પરિસ્થિતીમાં તેઓ પ્રાથમિક સારવાર લઇને ગુરૂવારે ફરજ પર હાજર થઇ ગયા હતા. વર્તમાન સંજોગોમાં પોલીસ ફરજ પર સતત વ્યસ્ત રહે છે ત્યારે આ પોલીસ અધિકારીએ આરામ કરવાને બદલે ફરજ પર હાજર રહેવું જરૂરી માન્યું છે.

અન્ય સમાચારો પણ છે...