તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવેલ લોકોની આરોગ્ય વિભાગ દ્વારાતપાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ભડથ ગામે રાજસ્થાનથી આવેલ 14 અને મહારાષ્ટ્રથી જુનાડીસા આવેલ 9 સભ્યોને 14 દિવસ સુધી ઘરમાં જ રહેવાની આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસને લઇ જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાલ બહારથી આવતા લોકોની તમામ પ્રકારનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ડીસાના ભડથ ગામે રાજસ્થાનથી આવેલ જૈન પરિવારના 14 સભ્યો તેમજ ડીસાના જુનાડીસામાં મહારાષ્ટ્રથી આવેલ દેવીપૂજક સમાજના 9 લોકોની ડીસા તાલુકા હેલ્થ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી અને 14 દિવસ ઘરમાં રહેવાની સૂચના આપી હતી. તેમજ સ્ટાફે તેમના પર નજર નાખવાની સૂચના આપી છે.તેમ ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું.

જૈન સમાજના 14 અને દેવીપૂજક સમાજના 9 સભ્યોને ઘરમાં રહેવાની સલાહ


_photocaption_ભડથમાં રાજસ્થાનથી-મહારાષ્ટ્રથી જુનાડીસા આવેલ લોકોને આરોગ્ય વિભાગે સલાહ આપી*photocaption*
અન્ય સમાચારો પણ છે...