વિજયનગરમાં વોટર વર્કસના નળમાં ગંદુ પાણી આવતાં રહીશોએ હોબાળો મચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરના મુસ્લિમ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા અપાતા વોટરવર્ક્સના નળમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. સાથે જ આ મામલે ગ્રામપંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહી કરવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે કાલુખાન નવાઝખાન શેખ, ફિરોઝખાન પઠાણ, તારીફખાન પઠાણે જણાવ્યું કે વિજયનગર પંચાયત દ્વારા ગત બે ત્રણ દિવસથી વોટરવર્કસ નું પાણી અપાતું ન હતુ. જે અંગે સ્થાનિકોએ પંચાયતના તલાટી વિજેશ પટેલ અને સભ્યો નું ધ્યાન દોરતા પાણી આપવામાં આવ્યું હતુ. પરંતુ પંચાયત દ્વારા આપવામાં આવેલું પાણી એકદમ ગંદુ હોઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સાથેજ આ અંગે પંચાયત ના સાભ્યો અને તલાટી વિજેશ પટેલને જાણ કરતાં તેમણે આ મામલે કોઈજ કાર્યવાહી નહી કરી હોવાનું જણાવ્યું હતું. આ મામલે તલાટી વિજેશ પટેલે જણાવ્યું કે વોટરવર્ક્સની ટાંકીથી ડાઉનલાઇનની પાઈપમાં પંક્ચર થવાના કારણે પીવાના પાણીમાં ગંદકી જોવા મળી છે. જેમાં પંચર શોધવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં પાઈપલાઈન રિપેર કરાશે.

સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતાં રહીશોમાં રોષ ભભૂક્યો

અન્ય સમાચારો પણ છે...