તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા પંથકમાં એસ.ટી.તંત્રનું ઓરમાયું વર્તન, આવક કરતી 20 જેટલી બસ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકા બોર્ડરનો તાલુકો હોવાથી એસ.ટી.વિભાગ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ગામડાના 35 જેટલા રૂટો ઉપર બસો બંધ કરી દીધા બાદ અન્ય તાલુકા કે વિવિધ મથકે આવતી 20 જેટલી બસો બંધ કરી દેવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ધાનેરામાં બસ સ્ટેન્ડ બનાવવા માટે નગરપાલીકા પાસેથી એસ.ટી. વિભાગે કરોડો રૂપિયાની જમીન લઇ લીધી હતી. જેમાં અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ બનાવવા માટેનો હથેળીમાં ચાંદ છેલ્લા 15 વર્ષથી બતાવવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમાં માત્ર પીકઅપ સ્ટેન્ડ બનાવી દીધું છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં ગામડાઓમાં વર્ષોથી ચાલતી બસોના 30 જેટલા રૂટો ધીમેધીમે બંધ કરી દેવાયા છે. ધાનેરાના કેટલાક ગામડાઓમાં તો 10 વર્ષથી એસ.ટી. બસના દર્શન પણ થયા નથી. જેથી સરકાર પણ તાલુકાને ઓરમાયું વર્તન કરતી હોય તેવું લાગી રહ્યુ છે.

કેટલાય ગામડાઓમાં તો છેલ્લા 10 વર્ષથી લોકોએ બસ પણ જોઇ નથી


ક્યા-કયા રૂટની કઇ બસો બંધ કરી

{વિસનગર–ધાનેરા,વિસનગર ડેપો

{ધાનેરા–ચાણસ્મા,બહુચરાજી, બહુચરાજી ડેપો

{નેનાવા –ધાનેરા-પાટણ, વર્ષોજુની ડીસા ડેપો

{ધાનેરા-પાટણ-ચાણસ્મા,ચાણસ્મા ડેપો

{ધાનેરા-અમદાવાદ,Exp,ડીસા ડેપો

{ધાનેરા-અમદાવાદ Exp, ડીસા ડેપો

{ધાનેરા-પાલનપુર, પાલનપુર ડેપો

{ધાનેરા-અંબાજી. અંબાજી ડેપો

{ધાનેરા-પાલનપુર, ડીસા ડેપો

{ધાનેરા-પાલનપુર, ડીસા ડેપો

{થરાદ-ધાનેરા, થરાદ ડેપો

{ડીસા-ધાનેરા-ખાપરોલ, ડીસા ડેપો

{ધાનેરા-બાપલા, ડીસા ડેપો

{ડીસા-ધાનેરા-સુંધામાતા Exp., ધાનેરા બદલીને વાયા પાંથાવાડા કરાઇ

{હિમતનગર-ધાનેરા, ડીસા ડેપો

{ધાનેરા-પાલનપુર-મહુડી, વિજાપુર ડેપો

{ધાનેરા-પાલનપુર-ઉંઝા, ઉંઝા ડેપો
અન્ય સમાચારો પણ છે...