લોકડાઉનની અસર|મજૂરી નથી અને પૈસા નથી 27 લોકો મહેસાણાથી ચાલતા જ દાહોદ વતન ભણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રમિકો માટે વ્યવસ્થા છે જ: કલેક્ટર

કોરોના વાયરસમાં લોકો આવાગમન ન કરે અને જ્યાં છે ત્યાં જ રહે. જિલ્લામાં નંદાસણ, વિજાપુર, ગોઝારિયા સહિત જિલ્લાની બોર્ડર જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાય લોકોની આવન જાવન માટે સીલ કરાઇ છે. બહારથી શ્રમિકો મહેસાણા આવી શકશે નહીં અને અહીંથી બહાર પણ જઇ શકશે નહીં. હાલ શાળાઓમાં શ્રમિકોને રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા કરાઇ રહી છે. ઊંઝા નગરમાં 15 શ્રમિકોને આશરો અપાયો છે. > એચ.કે. પટેલ, જિલ્લા કલેકટર

મહેસાણા | લોકડાઉનમાં રોજની મજૂરી પર ગુજારો કરતા શ્રમિકોની હાલત દયનિય બની છે. રોજગાર વિના ગુજારો મુશ્કેલ બનતાં અને વાહન વિના આવા શ્રમિકો ચાલતા વતન જવા ઉપડ્યા છે. મહેસાણા શહેરના રાધનપુર રોડથી મોઢેરા તરફ શુક્રવારે બપોરે 12.15 વાગે નાના બાળકો સાથે છ-સાત શ્રમિક પરિવારના 26 લોકો ચાલતા જતા હતા. કમલેશ સિંગાડીયાએ કહ્યું કે, વાયરસના કારણે કામધંધો રહ્યો નથી, પૈસા નથી. અહીં રેલગોદામમાં બે વર્ષથી માલ ઉતારવા અને લોડ કરવાની મજૂરી કરતા હતા.

_photocaption_મહેસાણા રેલવે ગોદામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવાર વતન જવા નીકળ્યા હતા.}બ્રિજેશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...