તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરના મંડાઈ ચોકથી હાઇવે ચાર રસ્તા સુધી પાલિકા દ્વારા સેનેટાઇઝ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ ઉપરાંત દુનિયાના તમામ દેશો કોરોના વાઇરસના સકંજામાં આવી ગયા છે. જેના પગલે સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે. રાધનપુરમા પટણી દરવાજાના અંદરના તમામ વિસ્તારો તેમજ હાઇવે વિસ્તારના તમામ વિસ્તારો અને સોસાયટીઓમાં સફાઈ કરીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રવિવારે સવારથી જ મંડાઈ ચોકથી હાઇવે ચાર રસ્તા સુધીના મુખ્ય માર્કેટને ફાઈટર દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમા પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર, પ્રતાપજી ઠાકોર, અહેમદભાઈ ઘાંચી, સુભાષભાઈ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા સહિત હાજર રહ્યા હતા.

તમામ વિસ્તારો,સોસાયટીઓમાં સફાઈ કરીને દવાનો છંટકાવ કરાયો

_photocaption_રાધનપુરના મંડાઈ ચોકથી હાઇવે ચાર રસ્તા સુધીના મુખ્ય માર્કેટને પાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.}કમલ ચક્રવર્તી*photocaption*
અન્ય સમાચારો પણ છે...