તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં તાવની ઓપીડીમાં આવેલ ચારને સ્ક્રિનિંગ માટે રખાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે હિંમતનગર સિવિલમાં તાવની ઓપીડીમાં આવેલ 23 દર્દીઓ પૈકી 4 ને સ્ક્રિનિંગમાં અને એકને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. નવો શંકાસ્પદ કેસ બે દિવસથી નોંધાયો નથી જે રાહતના સમાચાર છે.

સિવિલના ડો. એન.એમ. શાહે જણાવ્યું કે 4 જણાને સ્ક્રિનિંગમાં માટે રખાયા છે અને એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે જરૂર જણાશે તો સેમ્પલ લેવાશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદ વિદેશથી આવેલ તમામ વ્યક્તિઓને શંકાસ્પદ ગણી તકેદારી રાખવા સૂચના હતી. અત્યાર સુધીમાં 543 વ્યક્તિ વિદેશથી આવ્યા છે જે પૈકી 442 વ્યક્તિઓનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થઈ ગયો છે જ્યારે 101 જણા હાલમાં હોમ કવોરન્ટાઇન છે. તેમને ઉમેર્યુ હતું કે પરપ્રાંતમાંથી આવેલા 10 વ્યક્તિઓને સરકારી કવોરન્ટાઇન હોમમાં રાખવામાં આવ્યા છે. જે તમામની તબિયત હાલના તબક્કે સારી છે.

_photocaption_બે બાળકો સાથે સુરતથી રાજસ્થાન જવા એક્ટિવા પર નીકળેલ પરિવારને બે ઘડી ઉભા રહેવાનું કહેવા છતાં એક્ટિવા દોડાવી મૂક્યું હતું.માનસિક રીતે લોકોમાં ભય ઘર કરી ગયો છે.}અશોકરાવલ*photocaption*

1 આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ, 111 ક્વોરન્ટાઇન વ્યક્તિ સ્વસ્થ
અન્ય સમાચારો પણ છે...