અસંગઠિત શ્રમિકો માટે જાહેર કરાયેલી આર્થિક સહાયની યાદીમાં ભવાઈ કલાકારોની બાદબાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ ની દહેશત વચ્ચે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર થયા બાદ તમામ ધંધા રોજગાર બંધ કરી દેવાતાં ઉભી થયેલ સમસ્યાને વત્તાઓછા અંશે હળવી કરવા સરકારે આર્થિક સહાય કરવા હાથ ધરેલ કવાયતમાં ભવાઈ કલાકારોની બાદબાકી કરતાં નાયક,તૂરી,વ્યાસ ,ભોજક સમાજમાં રોષ ફેલાયો છે.

બેરણા ગામના અમરતભાઈ દલાભાઈ તુરીએ જણાવ્યું કે કલાકારો નાટ્યકલા રજૂ કરી મોટાભાગે ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ ચલાવે છે અત્યારે કોઈ ગામમાં પણ ઘુસવા દેતું નથી મોટું સંકટ સર્જાયું છે 18 વ્યવસાય માટે આર્થિક સહાય જાહેર કરી છે ત્યારે ભવાઈ કલાકારોને આ સહાય થી વંચિત રાખવામાં આવ્યા છે.

રાહચેરીટેબલ ટ્રસ્ટના ભવાઈ કલાકાર મણીલાલ નાયક, નાયક સમાજ યુવા સંગઠન કન્વીનર સોહમ નાયકે જણાવ્યું કે સમગ્ર નાયક સમાજ મોટા ભાગના ભવાઈ પર જીવન નિર્વાહ કરતા હોય છે. ભવાઈ માં માત્ર આઠ માસ રોજગાર મળે છે. સરકારે ભવાઈ કલાકારોને સહાય માટે કોઈ જાહેરાત કરી નથી આથી સમાજ પર બહુ ખરાબ આર્થિક અસર પડી રહી છે. સમાજ માટે સહાય મેળવવા માટેનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવે અથવા અસંગઠીત શ્રમજીવી સહાય યોજના માં સમાવેશ કરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે.

આર્થિક સહાય યોજનામાં સમાવેશ કરવા માંગ કરાઇ


અન્ય સમાચારો પણ છે...