તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માની શાલેમ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં સંચાલકો દ્વારા પરીક્ષા યોજાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની દહેશત વચ્ચે સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજ્યની તમામ સ્કૂલ અને કોલેજો બંધ કરવાનો પરિપત્ર જારી કરાયો હોવા છતાં ખેડબ્રહ્માની શાલેમ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ ચાલુ રાખી બાળકોના જીવને જોખમ ઉભુ કરી પરીક્ષા યોજી હતી.

સ્કૂલમાં ગુરુવારે ધોરણ 9 ના 7 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી. જ્યારે શુક્રવારે અન્ય 2 વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોવાની જાણ થતા રૂબરૂ તપાસમાં ધો.9 ના 2 બાળકો પેપર લખી રહ્યાનું જણાવ્યુ હતુ. જ્યારે શાળાના આચાર્ય અને 5 શિક્ષિકાનો સ્ટાફ ઓફિસમાં બેસી બીજા પેપરની તૈયારી કરી રહ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થીના વાલી શુક્રવારે બાળકનું સર્ટીફિકેટ લેવા જતા પેપર ચાલુ હોઇ તેમણે જાણ કરતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આ અંગે સ્કૂલની આચાર્ય સુઓમી બેન્ડિક્ટે જણાવ્યુ કે 2 જ બાળકો હોઈ તેમની પરીક્ષા લીધી છે. ધો-10 નો અભ્યાસ વહેલો ચાલુ કરતાં હોય પરીક્ષા લીધી છે. ખેડબ્રહ્મા તાલુકા કેળવણી નિરિક્ષક આર.આર. પટેલના જણાવ્યાનુસાર સ્કૂલમાં પરીક્ષા ચાલુ હોય તેવી કોઈ માહિતી તેમની પાસે ન હોવાનું ં જણાવ્યુ હતું.

સ્કૂલમાં પરીક્ષા ચાલુ હોવા અંગે શિક્ષણ તંત્ર સાવ અજાણ


ચાલુ હોય તેવી કોઈ માહિતી તેમની પાસે ન હોવાનું ં જણાવ્યુ હતું.

સર્ટીફિકેટ લેવા જતા પેપર ચાલુ હોઇ તેમણે જાણ કરતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આ અંગે સ્કૂલની આચાર્ય સુઓમી બેન્ડિક્ટે જણાવ્યુ કે 2 જ બાળકો હોઈ તેમની પરીક્ષા લીધી છે. ધો-10 નો અભ્યાસ વહેલો ચાલુ કરતાં હોય પરીક્ષા લીધી છે. ખેડબ્રહ્મા તાલુકા કેળવણી નિરિક્ષક આર.આર. પટેલના જણાવ્યાનુસાર સ્કૂલમાં પરીક્ષા
અન્ય સમાચારો પણ છે...