તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ઇમરજન્સી કામ માટે પણ બાઇકમાં એક અને ગાડીમાં બેથી વધુ લોકો ફરશે તો 6 માસની સજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત પાલન થાય અને હાઇવે વિસ્તારોમાં ફરતા વાહનો બંધ થાય તેમજ લોકો ઘરમાં જ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ 144 હેઠળનું જાહેરનામું પ્રસિધ્દ કરી દ્રિચક્રી વાહનમાં એક અને ફોર વહીલરમાં બે લોકો ડિસ્ટન્સ જળવાય એ રીતે તેમજ જાહેરમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય માટે આદેશ કરવામાં આવ્યો છે તેનો ભન્ગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

પાટણ જિલ્લામાં કોરોના વાયરસ covid -19 ની મહામારીને લઇ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે છતાં પાટણ જિલ્લા સહીત શહેરમાં લોકો કોઈને કોઈ બહાના હેઠળ શહેરમાં ફરતા અને સોસાયટીઓ બહાર એકત્ર થતા લોકડાઉનનો ભંગ થઇ રહ્યો છે ઉપરાંત સૌથી વધુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવા અપીલ કરવામાં આવતી હોવા છતાં તેનું પાલન ન કરાતા સરકારે ગંભીરતાથી લઈ સંક્મણ ઘડાટી શકાય માટે કાર્યવાહી કરવા આદેશ આપતા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ એન ડી પરમાર દ્વારા લોકડાઉંન દરમ્યાન ફરતા વાહનો અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવા માટેનું જાહેરનામું બહાર પાડી તેનો કડક અમલ થાય તે માટે જાહેર જનતાને અપીલ કરી છે તેનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસે જાણ કરી છે.

લોકડાઉનમાં અવરજવર બંધ ન થતા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા વાહનો માટેનું જાહેરનામું, ચુસ્ત અમલ કરાવવા TRB અને પોલીસને સૂચના

બાઇકમાં એક અને ગાડી માં બે થી વધુ લોકો હશે તો છ માસની સજા અને દંડકીય કાર્યવાહી થશે

- પ્રાંત સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન બહાર આવતા લોકો અને વાહનો માટે ખાસ જાહેરનામું પડાયું છે જેમાં બાઈક પર એક અને ગાડીઓમાં બે લોકો જ ફરી શકશે ઉપરાંત જો આ નિયમનો ભંગ થશે તો 6 માસની સજા સહીત દંડકીય કાર્યવાહી કરાશે તેનો સોમવારથી ચુસ્ત અમલ થાય માટે એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી છે સાથે બહાર નીકળતા વાહન ચાલકોને ટ્રાફિકના પણ નિયમોનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...