તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં મક્કા - મદીનાથી અાવેલ 7 ને હોમક્વોરન્ટાઇનની સૂચના છતાં ફરતાં રહ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર શહેરના મોટી વોરવાડ, નાની વોરવાડ પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા 7 વ્યક્તિઅો મક્કા મદીના ખાતે હજ પઢી તા.11/03/20 ના રોજ અમદાવાદ અેરપોર્ટ ઉતરતા સ્ક્રિનિંગ કરાયા બાદ હોમ ક્વોરન્ટાઇનની સૂચના અાપવામાં અાવી હતી. પરંતુ અાદેશનો ભંગ કરી બહાર ફરતા હોવાની જાણ કરાતા અર્બન હેલ્થ સેન્ટરના અેમ.અો.ર્ડા.મોનિકા અનખીયાઅે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અાઇપીસી 269, 270, 188 તથા અેપેડેમીક ડીસીઝ અેક્ટ અંતર્ગત વલજીવાલા નાસીરહુસેન અબ્દુલરજાક (રહે.લીમડાની ફળી,મોટી વ્હોરવાડ,હિંમતનગર), રાણાવાડીયા નિજામુદ્દીન દોસ્તમહમદ (રહે.મદીના મસ્જીદ રોડ,હિંમતનગર), હરસોલીયા અબ્દુલગની મીયા એહમદ (રહે.મીનારા મસ્જીદ સામે,નવી મોહલત,હિંમતનગર), રાણાવડીયા નિસાર એહમદ દોસ્તમહમદ (રહે.સર્વોદય સોસાયટી પાસે, પોલોગ્રાઉન્ડ,હિંમતનગર), રાણાવડીયા અબ્દુલરહીમ દોસ્તમહમદ (રહે.સર્વોદય સોસાયટી પાસે,પોલોગ્રાઉન્ડ, હિંમતનગર), રાણાવડીયા અબ્દુલકાદર દોસ્તમહમદ (રહે.સર્વોદય સોસાયટી પાસે,પોલોગ્રાઉન્ડ,હિંમતનગર), ચોરીવાલા અબ્દુલકાદર ઇબ્રાહીમભાઇ (રહે.દેવલાની ફળી,નાની વ્હોરવાડ,હિંમતનગર) સાત જણા સામે ગુનો નોંધ્યો છે. તમામને હિંમતનગર સમરસ છાત્રાલયમાં ક્વોરન્ટાઇમ કરાયા છે.

અારોગ્ય વિભાગે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ અાપી ક્વોરન્ટાઇન કર્યા


અન્ય સમાચારો પણ છે...