પ્રાંતિજમાં ગંદકીના ઢગ સર્જાતાં દવાનો છંટકાવ કરવા પ્રજાની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજમાં નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે કોરોના વાયરસની મહામારી હોવા છતાં ગંદકી થઇ રહી છે અને લોકોઅે રજૂઅાત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં અાવી નથી.

પ્રાંતિજના સિનેમા રોડ, ગોપીનાથ કોમ્પલેક્સ, હાઇવે ત્રણ રસ્તા અંનત વિલાસ સહિતના વિસ્તારોમાં ગંદકી ના ઢગ જોવા મળી રહ્યા છે. લોકોઅે નગરપાલિકામાં મૌખિક તથા લેખિત રજૂઅાતો કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં અાવી નથી. હાલમાં કોરોના વાયરસની મહામારી હોવા છતાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળતાં લોકો દ્વારા ગંદકીના ઢગ દૂર કરી દવાનો છંટકાવ કરવામાં અાવે તેવી માંગ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...