ડીસા દક્ષિણ પોલીસે 8 બાઇક ડીટેઇન કરી 6 હજાર દંડ વસુલ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી.વી.પટેલે શુક્રવારે શહેરના એસ.સી.ડબલ્યુ. હાઇસ્કૂલ સહિતના વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં બિનજરૂરી આટા મારતા 8 જેટલા મોટર સાયકલને 207 મુજબ જપ્ત (ડીટેઇન) કર્યા હતા. જ્યારે સ્થળ ઉપર રૂપિયા 6000 જેટલો દંડ વસુલ કર્યો હતો. આ અંગે પીઆઇ બી.વી.પટેલે જણાવ્યું હતું કે, ‘કામ વગર શહેરમાં નીકળતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જેથી લોકડાઉન દરમિયાન વાહન ચાલકોને બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ કરી છે.
અન્ય સમાચારો પણ છે...