હિંમતનગરમાં હોમ ક્વોરન્ટાઇનના ભંગ બદલ આર્મી જવાન સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરાનાના પગલે વિદેશ તેમજ બહારના રાજ્યમાંથી આવેલ નાગરિકોને હોમ ક્વોરન્ટાઇન પાલન કરવાના આદેશ છતાં હિંમતનગરમાં એક આર્મી જવાન સામે ક્વોરન્ટાઇનના ભંગ કરવા સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર રાકેન્દ્રસિંહ જીલવણસિંહ મકવાણા, રહે.લાલપુર, (વાવડી) પોસ્ટ. જાંબુડી, તા.હિંમતનગર, જમ્મુ ખાતે આર્મીમાં દ્રાસ સેક્ટરમાં મહા ઇન્ફન્ટ્રી રેજીમેન્ટમાં ફરજ બજાવતા હતા. જે 24 માર્ચે જમ્મુ ખાતેથી બે મહિનાની રજા પર પોતાના ઘરે આવવા નીકળ્યો હતો. જેને અમદાવાદ એરપોર્ટ ખાતે કોરોના સ્ક્રિનિંગ કરી તેમના ઘરે જવા 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા જણાવવામાં આવ્યુ હતુ તેમજ રહેણાંકની બહાર નહી જવા સૂચના કરેલ હોવા છતાં પોતાની જવાબદારી ચૂકી પોતાના ઘરેથી બહાર નીકળી ગુજરાત સરકારના જાહેરનામાનો ભંગ કરી 26 માર્ચે સાંજ સાડા આઠ વાગ્યાના સુમારે દેરોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન મળી આવતા તેને તાત્કાલિક સિવિલમાં સારવાર હેઠળ દાખલ કર્યો હતો. જે બાબતે શુક્રવારે સાંજના સાડા પાંચ વાગે દેરોલ પીએએચસી મેડિકલ ઓફિસરે ડૉ. નેહાબેનને જાણ થતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના અટકાવવા સંબંધે આરોપી વિરુદ્ધ એપેડેમીક ડિસિઝ એક્ટ 1897 મુજબ કાર્યવાહી કરવાની પોલીસને જાણ થતાં કોરોના વાયરસને અટકાવવા અસરકારક કામગીરી કરવાના ભાગ રૂપે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશના ઇન્ચાર્જ આઇપીએસ ડો.લવીનસિંહાની સૂચનાથી પીએસઆઇ મેહુલ કોટવાલે આર્મી જવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સા.કાં.માં 104 હોમ ક્વોરન્ટાઇન, પાંચ ક્વોરન્ટાઇન હોમમાં બાકીના બે શંકાસ્પદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સાબરકાંઠા જિલ્લામાં 104 જણાને તેમના ઘેર જ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને 5 વ્યક્તિ સરકારી ક્વોરન્ટાઇન હોમમાં છે. એપેડેમીક ઓફીસર ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિઓનું આરોગ્ય સ્ટાફ દ્વારા નિયમિત તપાસ થાય છે. સરકારી ક્વોરન્ટાઇન હોમમાં દાખલ વ્યક્તિઓને રહેવા જમવા સહિતની સુવિધા અપાય છે. પરંતુ કોઈની સાથે મળવા દેવાતા નથી સિવિલના આર એમ ઓ. ડો.એન એમ શાહે જણાવ્યું કે વિજાપુર અને પ્રાંતિજના બંને દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે તથા આજે 33 પેશન્ટની ફિવર ઓપીડીમાં એક પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી.

જવાન જમ્મુ કાશ્મીમાં ફરજ બજાવતો હતો 2 માસની રજા ઉપર વતન આવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...